Surat News: હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે આજે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. મંદિરમાં ભક્તોએ દૂધ, બીલીપત્ર, ધતુરા, ફૂલ અને જળથી ભગવાન શંકરને અભિષેક કર્યો હતો.
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે સુરત શહેરમાં આવેલા મંદિરોમાં જન સૈલાબ ઉમટી પડ્યો હતો અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં ભક્તોએ દૂધ, બીલીપત્ર, ધતુરા, ફૂલ અને જળ વગેરેથી ભગવાન શંકરને અભિષેક કર્યો હતો.
ભક્તોએ શિવજીના દર્શન માટે મંદિરોમાં લાઈન લગાવી દીધી હતી. વહેલી સવારથી જ શિવજીને વિવિધ વસ્તુઓના અભિષેક કરવામા આવ્યો હતો. વિવિધ પૂજા અર્ચના સાથે ભક્તોએ શિવ ભક્તિ કરી હતી. શહેરના વિવિધ મંદિરોમાં બમ બમ બોલે અને આમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા હતા તેના કારણે વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું.
