Surat News:ગણેશજીની પ્રતિમાઓના વિસર્જનને પગલે મહાનગરપાલિકા સંચાલિત સિટીલિંક સેવા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય

Surat News:સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 07:55 PM (IST)Updated: Wed, 23 Sep 2026 07:55 PM (IST)
decision-to-completely-suspend-the-municipalrun-citylink-service-following-the-immersion-of-ganesh-idols

Surat News:સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે. ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડીકેટેડ BRTS કોરીડોર મારફત વિવિધ 13 રૂટ પર 385 BRTS બસ કાર્યરત છે તથા વિવિધ ૪૫ સીટી બસ રૂટ પર 440 બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ-418 કિમીના રૂટ ઉપર સીટી બસ સેવા કાર્યરત છે. દૈનિક ધોરણે આશરે 2.5 લાખથી વધુ મુસાફરો ધ્વારા આ સેવાનો લાભ લેવામાં આવી રહેલ છે.

25મી નવેમ્બરનાં રોજ ગણપતિ વિસર્જન યાત્રા અન્વયે નાયબ પોલીસ કમિશનરશ્રીનાં પત્ર મુજબ સુરત શહેર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થનાર હોય આ તમામ ઉંચાઇ ધરાવતી ગણેશજીની પ્રતિમાઓ તથા અન્ય પ્રતિમાઓ કૃત્રિમ તળાવો અને કુદરતી ઓવારાઓ ખાતે વિસર્જન થનાર હોય સુરત શહેરમાં ગણપતિ વિસર્જન તહેવાર અનુસંધાને અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવર બ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ, ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નામાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષબાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દોડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, ONGC સર્કલ, પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાઠેના સર્કલ, ખરવરનગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ, સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડ લાઇનર સર્કલ, અણુવ્રતદ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રીજ તથા અન્ય વિસ્તારોની BRTS તેમજ સીટીલીંક બસોની સેવા સ્થગિત રાખવા જણાવેલ છે.

તા25મી નવેમ્બરનાં રોજ સુરત શહેર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થનાર હોય બસ ઓપરેશન ખોરવાઈ જવાની પુરેપુરી સંભાવના રહેલી છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. જેને ધ્યાને લેતા વિસર્જનના કાર્યમાં કોઈ અડચણ ઉભી ન થાય તથા કોઈ અણબનાવ ન બને તે હેતુથી સલામતીખાતર તા.૨૫/૦૯/૨૦૨૬ ના રોજ તમામ સીટી રૂટોમાં તથા BRTS રૂટોમાં બસ ઓપરેશન બંધ રાખવામાં આવનાર છે. જેની શહેરીજનોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.