Surat News: માંડવીના ગોદાવાડી ગામે યુવતીની હત્યાને 1 મહિનો વીત્યા છતાં ગુનો વણઉકેલાયો, રેંજ IGએ તપાસની વિગતવાર સમીક્ષા કરી

Surat News:સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે યુવતીની હત્યા બાદ લૂંટ કરવાની ઘટના બની હતી. આ ઘટનાને એક મહિનો વીત્યા છતાં હજુ ગુનાનો ભેદ ઉકેલાયો નથી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 05:54 PM (IST)Updated: Wed, 23 Sep 2026 05:54 PM (IST)
crime-remains-unsolved-a-month-after-the-murder-of-a-young-woman-in-mandvis-godavadi-village

Surat News:સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે યુવતીની હત્યા બાદ લૂંટ કરવાની ઘટના બની હતી. આ ઘટનાને એક મહિનો વીત્યા છતાં હજુ ગુનાનો ભેદ ઉકેલાયો નથી, આ ઘટનામાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે એસઆઈટીની રચના કરી હતી પરંતુ પોલીસને આરોપીઓ સુધી પહોચવામાં હજુ સુધી સફળતા મળી નથી, બીજી તરફ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ ગોદાવાડી ગામે પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને SIT દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસની વિગતવાર સમીક્ષા કરી હતી.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે રહેતી નિધિ પટેલની હત્યા બાદ લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનાને ૧ મહિનો વીતી ગયો હોવા છતાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસે આ કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. SIT દ્વારા અત્યાર સુધીમાં અનેક શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક શકમંદોના નાર્કો ટેસ્ટ અને DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ ગોદાવાડી ગામે પહોંચ્યા હતા.

તેમણે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને SIT દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસની વિગતવાર સમીક્ષા કરી હતી. તપાસમાં અત્યાર સુધી મળેલા પુરાવા અને પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. રેન્જ આઈજીની મુલાકાત દરમિયાન નિધિ પટેલના પરિવારજનો સાથે પણ લાંબી વાતચીત કરવામાં આવી હતી. IGની મુલાકાત સમયે જિલ્લા પોલીસ વડા, ASP, LCB PI સહિત SITના તમામ સભ્યો ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહએ જણાવ્યું હતું કે આ ગુનાની તપાસ હાલમાં ચાલી રહી છે, આ કેસમાં શું શું તપાસ થઇ છે તે માટે મેં સુરત ગ્રામ્ય એસપી અને માંડવી એએસપી અને સ્થાનિક પોલીસ અધિકારી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે અને અત્યાર સુધીમાં થયેલી તપાસની માહિતી મેળવી છે અને આ ગુનાને ઝડપથી ડિટેકટ કરવા માટેની સુચના આપી છે, અત્યાર સુધીમાં પોલીસ દ્વારા આ કેસમાં ખુબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી છે, તમામ શંકાસ્પદ લોકોના ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા હતા તેમજ ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, અમને આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલાઈ જશે.

વધુમાં જણાવ્યું હતું કે એસઆઈટીએ ખુબ જ વિગતવાર તમામ શંકાસ્પદ લોકોની તપાસ કરી છે અને અમુક શંકાસ્પદ લોકો હતા તેમને ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ પણ કરાવેલા છે તે ઉપરાંત જેટલા પણ શંકાસ્પદ લોકોના ડીએનએ મેળવવાની કામગીરી કરી રહ્યા છીએ,