Surat: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મુકેશ દલાલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા આજે ભાજપના નેતાઓ સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સાથે તેમની સાથે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપએ મુકેશ દલાલને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
આજે ઉમેદવાર મુકેશ દલાલે ભાજપના નેતાઓ સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ચુંટણીને લઈને આચાર સહિતાનું અમે પાલન કર્યું છે. બીજી તરફ તેઓની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રચાર કરી રહી છે ત્યારે તેઓએ કહ્યું કે તેનાથી કોઈ ફર્ક નથી પડતો.
વર્ષોથી સુરતની જનતા ભાજપને મત આપતી રહી છે. સુરતએ ભાજપનો ગઢ છે, કોંગ્રેસ શૂન્ય છે પછી તે કોર્પોરેશન હોય, ધારાસભા હોય કે પછી લોકસભા હોય તમામ જગ્યાએ કોંગ્રેસ શૂન્ય છે.
વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્રની જેમ સુરત પણ મોદીમય અને રામમય છે, એટલે વર્ષ 2019ની લોકસભાની ચુંટણીમાં જે લીડ હતી તેનાથી ખુબ ઘણી લીડથી જીત મળશે તેવો મને વિશ્વાસ છે. આ સાથે જ અગાઉના બાકી રહેલા કામોને ગતિ મળે અને સુરતની પ્રગતિ થાય તે માટે કામ કરતો રહીશ તેમ મુકેશ દલાલે વધુમાં ઉમેર્યું હતું.
