Alpesh Kathiria Resigns: આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો પહોંચ્યો છે. સુરતના બે મોટા નેતાએ આજે રાજીનામું આપ્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આજે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છેકે, નારાજગીની કોઇ વાત નથી. આમ આદમી પાર્ટી પ્રત્યે અમને કોઇ નારાજગી નથી. અમે ઘણા સમયથી નિષ્ક્રિય હતા. નોંધનીય છેકે, 2022માં અલ્પેશ કથિરિયાએ કુમાર કનાણી સામે ચૂંટણી લડી હતી. જ્યારે ધાર્મિક માલવિયાએ ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડી હતી.
ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, સામાજીક કારણોસર રાજીનામું આપ્યું છે. અમે ઘણા સમયથી સક્રિય ન હતા. જેથી પક્ષના સારા કાર્યકરોને પ્રાધન્ય મળે એ માટે રાજીનામું આપ્યું છે. સામાજીક કાર્યમાં વ્યસ્ત હોવાથી રાજકીય કાર્યમાં સહયોગ આપી શકતા ન હતા, જેથી આ નિર્ણય લીધો છે.
