ભાવનગર: પાસ આગેવાન અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આજે કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 30 Oct 2022 02:27 PM (IST)Updated: Sun, 30 Oct 2022 02:33 PM (IST)
pass-leader-alpesh-kathiria-and-dharmik-malviya-join-aap-in-presence-of-kejriwal-in-bhavnagar

ભાવનગર.
આજે ભાવનગરના ગારીયાધાર ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં પાટીદાર સમાજના બે મોટા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નરેશ પટેલના સૌથી નજીકના ગણાતા પાસ કન્વીર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આજે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો. તેઓ પોતાના સમર્થકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ઉલેખનીય છે કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ખોડલધામના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના મોભી એવા નરેશ પટેલના સૌથી નજીકના ગણાય છે અને થોડા સમય પહેલા જ નરેશ પટેલે વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારે અચાનક જ બંને પાટીદાર સમાજના મોટા ચહેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે.

naidunia_image

અલ્પેશ કથીરિયા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના સૌથી નજીક ગણાય છે
અલ્પેશ કથીરિયા અનામત આંદોલનનો એક મોટો ચહેરો છે સાથે જ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના સૌથી નજીકના પણ છે. થોડા દિવસો પહેલા જ નરેશ પટેલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી ત્યારે આજે અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાતા અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે.

અલ્પેશ કથીરિયા સુરતના વરાછાનો જાણીતો ચહેરો
અલ્પેશ કથીરિયા વરાછા વિસ્તારનો સૌથી જાણીતા ચહેરા પૈકીનો એક છે. અલ્પેશને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર વિસ્તારોમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથીરિયાની રાજકીય સફર શરૂ થઈ હતી. પાટીદારોનું સુરતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે. વિશેષ કરીને વરાછા, કામરેજ, ઓલપાડ, કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે.

કોણ છે અલ્પેશ કથીરિયા?
અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનો એક મોટો ચહેરો છે. પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં હાર્દિક પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. જ્યારે અલ્પેશની ધરપકડ કોઈને કોઈ કારણોસર બાકી રહી ગઈ હતી. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. રાજદ્રોહના ગુનામાં અલ્પેશ વોન્ટેડ હોવા છતાં કેટલાક જાહેર કાર્યક્રમમાં તે જોવા મળ્યો હતો. આમ છતાં પોલીસ તેને પકડતી ન હતી.

અલ્પેશ કથીરિયાનો જન્મ અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ખાતે થયો હતો. નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહેતો અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ 12 સુધી તો અનામત શું છે તે ખબર જ ન હતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થાય છે. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયો.

ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો.

અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાં જોડાતાની સાથે જ સ્વાગત પ્રવચન આપ્યું
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનના સાત વર્ષ વીતી ગયા છતાં પણ સરકાર દ્વારા હજી સુધી પાટીદારોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે અનામત આંદોલન ટીમે નક્કી કર્યું કે, હવે રાજનીતિમાં જવું જોઈએ જેના કારણે આજે અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

naidunia_image

ધાર્મિક માલવિયા કોણ છે?
ધાર્મીક માલવિયા સુરતનો પાસ કન્વીર અને ખોડલધામનો કન્વીનર પણ છે. તે નરેશ પટેલનો સૌથી નજીકનો પણ ગણાય છે. સુરતમાં પ્રભુત્વ પણ ધરાવે છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં પાસના કન્વીનર ધાર્મિક માલવીયાને ટિકિટ આપી હતી પણ માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો સાથે જ ધાર્મિક માલવિયા સાથે 10થી વધુ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પાછા ખેંચ્યા હતા.

ત્યારબાદ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું અને આમ આદમી પાર્ટીએ મોટી સંખ્યામાં સુરતમાં સીટો મેળવી હતી અને વિજય મેળવ્યો હતો. તેને પાટીદાર આંદોલન સમયે જેલવાસ પણ ભોગવ્યો છે.

અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવિયાથી આમ આદમી પાર્ટીને શું ફાયદો થશે
અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવિયાથી AAPને સુરતની પાંચ જેટલી સીટો પર સીધો જ ફાયદો થશે. સૌરાષ્ટ્રમાં પણ આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થશે ખાસ કરી અમરેલી, જુનાગઢ, બોટાદ, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં પાટીદારોની સંખ્યા વધુ છે. આ જિલ્લાઓમાં પાટીદાર આંદોલનની પણ વધુ અસર જોવા મળી હતી. ત્યારે પાટીદારો આ બંને ચહેરાને સાથ આપશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.