Surat News:સુરતમાં અલથાણ વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે જ્યાં 1 વર્ષનો બાળક રમતા રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. બાળકનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું છે તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી બગસરાના વતની જયદીપભાઈ વાજા હાલમાં સુરતના અલથાણ વિસ્તારમાં રહે છે ગત 11 ઓગસ્ટના રોજ તેમનો 1 વર્ષનો દીકરો અંશ ચોથા માળે ગેલેરીમાં રમી રહ્યો હતો તે દરમ્યાન અચાનક બાળક રમતા રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો.
આ પણ વાંચો
બાળક નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી બીજી તરફ પરિવારજનો દીકરાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં માસૂમ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બાળક ઉપરથી નીચે પટકાઈ છે અને ત્યાં હાજર લોકો તાત્કાલિક બાળકની મદદ માટે દોડી આવે છે. આ સીસીટીવી ફૂટેજ જોઈને લોકોની કંપારી છૂટી જાય તેમ છે.
