Shree Hanuman Chalisa Yuva Katha Day 06: સુરતના આંગણે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યોજાઈ છે. આ કતાશ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારૂતિ ધુન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા યોજાઈ છે. જેમા હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા સાળંગપુરધામ) એ કથાના છઠ્ઠા દિવસે સુખી અને તંદુરસ્ત રહેવા માટે શું કરવું તેમજ મંગળ મૂર્તિના પાંચ લક્ષણો કયા હોય તેના વિશે વાત કરી હતી .
સુખી અને તંદુરસ્ત રહેવા માટે શું કરવું
હરિપ્રકાશદાસજી સ્વામીએ કહ્યું હતું કે સુખી અને તંદુરસ્ત રહેવું હોય તો રોજ અડધો કલાક સમગ્ર પરિવાર જોડે બેસતા જાઓ. સત્સંગ કરો અને વાતો કરો. જો પરીવારમાં નાની નાની વાતોને મોટી કરશો, તો તમારો તમારો પરીવાર નાનો થઈ જશે. નાની નાની વાતોને મોટો મુદ્દો બનાવશો તો તમે અલગ થઈ જશો. આજે કોઈને સાથે રહેવું નથી. હનુમાનજીએ બધાને ભેગા કર્યા. તેમણે રામ અને સુગ્રીવને ભેગા કર્યા. વિભિષણ અને રામને એક કર્યા. સીતાને ફરી રામ સાથે હનુમાને મેળવ્યા. જો સુખી થવું હોય તો અલગ કરવાનું નહીં ભેગા કરવાનું કામ કરો.

મંગળ મૂર્તિના પાંચ લક્ષણો હોય છે
ગણપતિજીને અને હનુમાનજીને મંગળ મૂર્તિ કહેવાય છે.
1). સ્વસ્થ શરીર.
2). લોકોને ગમે તેવું સુંદર શરીર
3). સ્વચ્છ શરીર
4) સશક્ત શરીર
5). સેવામય શરીર
છઠ્ઠા દિવસની કથામાં હરિપ્રકાશદાસજી સ્વામીએ કહેલી મહત્વની વાતો....
- આજના સમયમાં સુખના સાધનો બધા છે પણ સુખ નથી. પહેલાના સમયમાં સુવિધા અને વસ્તુઓ ન હતી પરંતુ લોકો ખુશી હતા. મોંઘા બેડમાં પણ ઊંઘ નથી આવતી ઊંઘની ગોળીઓ લેવી પડે છે.
- સુંદરતા ચરિત્રથી નિર્માણ થાય છે. ગમેતેવા કપડાં પહેવાથી સુંદર નથી લાગતા. પરંતુ કુળને શોભે તેવા કપડાં પહેરવા જોઈએ.
- પ્રવાસમાં ભક્તિ ભળે તો તેને યાત્રા કહેવાય. ભૂખમાં ભક્તિ મળી જાય તો તેને ઉપવાસ કહેવાય છે. પાણીમાં ભક્તિ ભળી જાય તો તેને ચરણામૃત કહેવાય છે. ભોગમાં ભક્તિ મળી જાય તો તેને પ્રસાદ કહેવાય છે. ઘરમાં ભક્તિ મળી જાય તો ઘર મંદિર બની જાય છે.
- તમે સારું કામ કરો એટલે આપોઆપ તમારું સારું થવા લાગે, તમે બીજાનું ખરાબ કરો એટલે આપોઆપ તમારું ખરાબ થવા લાગે છે.
- બીજા પર કાદવ ફેકો છો તો પહેલા તમારો હાથ પણ કાદવ વાળો પહેલા થશે.
- અંદર મસ્ત તે સ્વસ્થ. હનુમાનજી હંમેશા કેમ સુખી છે કારણ કે તે રામમાં મસ્ત રહેતા આપણે જતમાં મસ્ત રહીએ છીએ.