Sabarkantha Protest News: ગઈકાલે સવારે સાબર ડેરીની બહાર ભાવફેર બાબતેના વિરોધ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન વિરોધકર્તા લોકો રોષે ભરાયા હતા અને પોલીસના વાહનોને નુકસાન કર્યું હતું. આ પછી પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા અને 20 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સવારે 11 વાગ્યે સાબર ડેરીના જેટલા સભાસદો છે એ લોકોએ એ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબર ડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે જેલો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી. ગઈ કાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો. એમ છતાં સવારે લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા.
પોલીસે એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ ટોળું ઉશ્કેરાયું અને અહીંયા જે પોલીસના વાહનો હતા. એમાં તોડફોડ ચાલુ કરી હતી. જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટેરગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે રોડ પણ પૂર્વત ચાલુ છે. ત્રણેક જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 20એક લોકો અમે અટકાયતમાં લીધેલા છે. 50થી વધારે ટીએસ ગેસ છોડેલા છે. પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે પરંતુ એ લોકોએ કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બોર્ડ પ્રયોગ ચાલુ કર્યો. આમાં પોલીસ તો માત્ર આ કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે. ભાવ વધારે એમને ડેરી તરફથી આપવામાં આવતો હોય છે એમ છતાં પોલીસને આ લોકોએ ટાર્ગેટ કર્યો છે. જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે પ્રકારની ઈંજરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશું. લગભગ ચારેક વાહનોમાં નુકસાન થયેલું છે.
