ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે બળવો: બટાકા પકવતા ખેડૂતો અને ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ, ઉગ્ર આંદોલનની તૈયારી

ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી ખાનગી કંપનીઓ સામે મોરચો માંડ્યો છે. વજનમાં કપાત, અંગ્રેજી કરારો અને નીચા ભાવ જેવા મુદ્દે હિંમતનગરમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 07 Sep 2026 10:59 AM (IST)Updated: Mon, 07 Sep 2026 10:59 AM (IST)
north-gujarat-contract-farming-potato-farmers-protest-dispute-against-private-companies

North Gujarat Farmers Protest: ઉત્તર ગુજરાતમાં કરાર આધારિત ખેતી કરતા ખેડૂતો અને ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, શરુઆતના વર્ષોમાં કંપનીઓ સાથે કરાર કરીને સારો નફો મેળવનારા બટાકા પકવતા ખેડૂતોનો હવે ખાનગી કંપનીઓ તરફથી મોહભંગ થઈ રહ્યો છે. કંપનીની શરતો સામે હવે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ રાત્રિ બેઠકો યોજને ઉગ્ર આંદોલનની તૈયારીઓ શરુ કરી દીધી છે।

કંપનીઓ સામે ખેડૂતો રોષે ભરાયા

ખેડૂતોએ ખાનગી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓની જોહુકમી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેમાં કંપનીઓ દ્વારા દર 100 કિલો 600 ગ્રામ બટાકાની કપાત કરવામાં આવે છે. આ કપાત કયા નિયમ કે સરકારી કાયદા હેઠળ કરાય છે તેની કોઇ સ્પષ્ટતા કંપનીઓ દ્વારા કરવામાં આવતી નથી. ગાડીઓમાં માલ લાદવા માટે થતો મજૂરીનો ખર્ચ કંપનીઓ ઉઠાવતી નથી. આ તમામ ખર્ચ ખેડૂતોએ પોતે ભોગવવાો પડે છે. જેથી ખેડૂતો પર વધારાનું આર્થિક ભારણ વધે છે.

ખેડૂતોએ લગાવ્યા આક્ષેપો

ખેડૂતોના આક્ષેપ પ્રમાણે, પ્રતિકૂળ આબોહવા અને કુદરતી આબોહવાનું બહાનું બનાવીને અંતિમ ક્ષણે કંપનીઓ નક્કી કરેલા પૈસામાં કપાત કરે છે, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને ડીઝલના ભાવોમાં ખૂબ જ વધારો થયો છે. તોપણ કંપનીઓ પહેલેથી નક્કી થયેલા નીચા ભાવો આપે છે, જે ખેડૂતોને પોષે તેમ નથી.

સ્થાનિક ખેડૂતોના આગેવાનના જણાવ્યા પ્રમાણે, મોટાભાગની ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીઓ કરારના ડોક્યુમેન્ટ અંગ્રેજીમાં તૈયાર કરે છે. અંગ્રેજી ભાષા ગામડાના ભોળા લોકોને સમજાતી નથી. એમ વિશ્વાસ રાખીને તેઓ સહી કરી દે છે. જેથી પાછળથી ખેડૂતોના હાથ કાયદાકીય રીતે બંધાય છે.