Sabarnaktha: હિંમતનગરના દલપુર ગામમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણ જણાં દબાયા, મકાન માલિકનું મોત

અચાનક દીવાલ ધરાશાયી થતાં ખોદકામ કરી રહેલા બે શ્રમિકો સહિત મકાન માલિક પણ કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. જે બાદ મદદ માટે દોડી આવેલા ગ્રામજનોએ ત્રણેયને બહાર કાઢ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 31 Mar 2026 03:34 PM (IST)Updated: Tue, 31 Mar 2026 03:34 PM (IST)
sabarkantha-news-wall-collapse-in-dalpur-village-kills-house-owner-two-injured
HIGHLIGHTS
  • ખાલી પ્લોટના પાયાના ખોદકામ વખતે દુર્ઘટના ઘટી
  • બે શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દલપુર ગામમાં દીવાલ ધરાશાયી થતાં 3 લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ચે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હિંમતનગર તાલુકાના દલપુર ગામમાં એક ખાલી પ્લોટમાં પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતુ. આ દરમિયાન પ્લોટને અડીને આવેલી બાજુના મકાનની દીવાલ અચાનક જમીનદોસ્ત થઈ ગઈ હતી.

આ સમયે પ્લોટમાં પાયાનું ખોદકામ કરી રહેલી બે શ્રમિકો તેમજ મકાન માલિક દીવાલના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. આ ઘટનાના પગલે ગ્રામજનો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ગ્રામજનોએ દીવાલનો કાટમાળ હટાવીને નીચે દબાયેલા ત્રણેય લોકોને બહાર કાઢ્યા હતા. જો કે ગંભીર ઈજાના પગલે મકાનના માલિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે બે શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક દલપુર ગામે દોડી આવી હતી. જ્યાં મૃતક મકાન માલિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.