Sabarkantha: અરવલ્લીની દીકરીએ સાસરે ગળેફાંસો ખાધો: આત્મહત્યા મામલે પતિ સહિત 6 સામે FIR, જાણો સમગ્ર મામલો

સાબરકાંઠાના કાટવાડમાં પરીણિતાએ આપઘાત કર્યો, હિંમતનગર રુરલ પોલીસે પતિ સહિત 6 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 03:01 PM (IST)Updated: Fri, 25 Sep 2026 03:01 PM (IST)
sabarkantha-news-katwad-woman-suicide-arvalli-dowry-case

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક પરીણિતાએ ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરી લેતાં ચકચાર મચી જવા પામી છે, હિંમતનગર તાલુકાના કાટવાડ ગામે એક પરિણીતાએ સાસરિયાઓના દહેજ અને પતિના આડા સંબંધોથી કંટાળીને મહિલાએ કરુણ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે હિંમતનગર રુરલ પોલીસ મથકે મૃતક પરીણિતા પિતાએ પતિ સહિત પરિવારના 6 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

પરીણિતાએ કેમ કર્યો આપઘાત?

મળતી માહિતી મુજબ, મૂળ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની પરીણિતા પિન્ટુબાના લગ્ન કાટવાડ ગામના જયપાલસિંહ ઝાલા સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયા પક્ષ દ્વારા પરીણિતાને અવારનવાર ઝઘડો કરીને મારઝૂડ કરવામાં આવતી હતી અને દહેજની માગણી કરવામાં આવતી હતી. ઉપરાંત પતિ જયપાલસિંહના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો હોવાનું સામે આવ્યું હતું.

પરીણિતાના પિતાએ નોંધાવી ફરિયાદ

સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરીણિતાએ આપઘાત કરવાનું નક્કી કર્યું. જેથી મહિલાએ પોતાના પતિના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પરીણિતાના પિતાએ હિંમતનગર રુરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જે મામલે કાર્યવાહી કરતાં પોલીસે પતિ સહિત છ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

જેઠ અને જેઠાણી ફરાર થયા

પતિ, સાસુ-સસરા,જેઠ નણંદ, જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જોકે, પરીણિતાના આપઘાત મામલે જેઠ અને જેઠાણી ફરાર છે, પરંતુ સાસુ અને નણંદની પોલીસે અટકાયત કરી લીધી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.