'ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો પરિવારને મળશે ₹51 હજારનું ઈનામ', કચ્છ કડવા પાટીદાર સમાજનો મોટો નિર્ણય

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહવાનને આવકારતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 25 Nov 2026 05:31 PM (IST)Updated: Wed, 25 Nov 2026 05:35 PM (IST)
kachchh-kadva-patidar-samaj-announces-rs-51000-reward-to-families-for-third-daughter-child-birth

Kachchh Kadva Patidar Samaj: પાટીદાર સમાજમાં ઘટતી વસતિને ધ્યાનમાં રાખીને કચ્છ કડવા પાટીદાર સમાજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કચ્છ કડવા પાટીદાર સમાજના પરિવારમાં ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થશે તો પરિવારને ₹51 હજારનું ઈનામ આપવામાં આવશે. હિંમતનગરમાં યોજાયેલા એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહ્વાનને કચ્છ કડવા પાટીદાર સમાજે આવકારતાં આ નિર્ણય લીધો છે.

ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો મળશે ₹51 હજાર

કચ્છ કડવા પાટીદાર સમાજે ત્રીજા સંતાનનાજન્મને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. સમાજના પરિવારમાં ત્રીજા બાળક તરીકે દીકરીનો જન્મ થશે તો પરિવારને ₹51 હજારનું ઈનામ આપવામાં આવશે. હિંમતનગરમાં યોજાયેલા સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. પાટીદાર સમાજની ઘટતી વસતિને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

 

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલનું આહવાન

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજની ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સમાજના લોકોને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને વસ્તી વધારવા માટે યોગ્ય પગલા લેવા અપીલ કરી હતી. તેમના આહ્વાનને કચ્છ કડવા પાટીદાર સમાજે આવકાર્યું છે અને ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થાય તો ₹51 હજારનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

રૂપલબેન પટેલે પણ સમાજના મોટા નિર્ણયને આવકાર્યો

વિશ્વ ઉમિયાધામના મહિલા સંગઠનના પ્રમુખ રૂપલબેન પટેલે કચ્છ કડવા પાટીદાર સમાજના આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થાય તે આવકાર્ય છે. કચ્છ કડવા પાટીદાર સમાજનો આ નિર્ણય પ્રશંસનીય છે અને પાટીદાર સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીને લેવાયેલું યોગ્ય પગલું છે. આર.પી. પટેલના આહવાનથી પાટીદાર સમાજને નવી રાહ મળશે. સમાજની ઘટતી વસ્તી અંગે જાગૃતિ લાવવા માટે આ પહેલ મહત્વની છે.

પાટીદાર જ નહીં, સમગ્ર હિન્દુ સમાજે વિચારવાની જરૂર

રૂપલબેન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ મુદ્દે માત્ર પાટીદાર સમાજે જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજે પણ વિચારવાની જરૂર છે. તેમણે પાટીદાર સમાજની સાથે પંચાલ સમાજ દ્વારા પણ આ દિશામાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહવાન બાદ કચ્છ કડવા પાટીદાર સમાજે ત્રીજા સંતાન તરીકે દીકરીના જન્મ પર ₹51 હજારનું ઈનામ આપવાની પહેલ કરી છે.