Himmatnagar Prostitution Racket: એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ભાડાના મકાનમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ એક લલનાને દેહ વ્યાપારના ગોરખધંધામાં મુક્ત કરાવાઈ છે.
ડમી ગ્રાહક મોકલ્યા બાદ AHTUની ટીમ ત્રાટકી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે AHTUની ટીમને બાતમી મળી હતી કે, સાબર ડેરી રોડ પર સમર્થ કોલેજ નજીક ભાડાના મકાનમાં બહારથી યુવતીઓને બોલાવીને દેહ વ્યાપારનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે AHTUની ટીમે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવી હતી. જેમાં બાતમી સાચી નીકળતાં ટીમે દરોડો પાડ્યો હતો.
ગ્રાહક પાસેથી 1 હજાર લઈ 500 લલનાને અપતા
AHTUની ટીમે સ્થળ ઉપરથી એક લલનાને મુક્ત કરાવી છે. જ્યારે આ મામલે રાજસ્થાનના રાજેન્દ્ર ડુંગર નામના ઈસમ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રેવેન્શન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં ભાડાના મકાનમાં ગ્રાહક પાસેથી 1 હજાર રૂપિયા લઈને દેહ સુખની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. જે પૈકી લલનાને 500 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
