Himatnagar News: હિંમતનગર પાસે ચાલુ ડ્રાઈવિંગે ST ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, સૂઝબૂઝથી બસને સાઇડમાં ઉતારી મુસાફરોના જીવ બચાવ્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 02 Nov 2023 03:30 PM (IST)Updated: Thu, 02 Nov 2023 03:35 PM (IST)
himatnagar-news-st-driver-suffers-heart-attack-in-moving-bus

Himatnagar News: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધી રહ્યાં છ, જે ચિંતાનજક છે. ભરુચમાં એક 10 વર્ષની બાળકીને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે,ત્યારે આજે હિંમતનગરમાં ચાલુ ડ્રાઈવિંગે એક એસટી ચાલકને હાર્ટ એટેકે આવ્યો હતો. આ કપરી સ્થિતિમાં પણ ચાલકે સતર્કતા દાખવી હતી અને બસ સાઇડમાં ઉતારી મુસાફરોનો જીવ બચાવ્યો હતો. બસ ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, પાટણ લુણાવાડા બસ પોતાના સમયે ઉપડી હતી અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર પોલાસપુર પાટિયા પાસે પહોંચી ત્યારે બસ ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ચાલુ ડ્રાઈવિંગ હાર્ટ એટેક આવતા ચાલકે આ કપરી સ્થિતિમાં પણ પોતાની સુઝબુઝ દાખવી હતી અને બસ ને વિજાપુર હાઇવે નજીક આવેલા એક ખાડામાં ઉતારી દીધી હતી.

naidunia_image

બસને સાઇડમાં આવેલા ખાડામાં ઉતારી દેતા બસમાં બેસેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસમાં ખાડામાં ઉતરેલી જોઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બસ પાસે જઇને જોતા ચાલકને એટેક આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તાત્કાલિક બસ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ચાલકની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.