Rajkot: આજથી રાજકોટમાં BCCIની પ્રતિષ્ઠિત વિનુ માંકડ ટ્રોફી 2025-26 અંડર-19 વન ડે ટૂર્નામેન્ટ (Vinoo Mankad U19 One Day Tournament) શરૂ થવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એલિટ ગ્રુપ Aની લીગ મેચોનું આયોજન કરશે. આ ગ્રુપમાં બરોડા, મધ્ય પ્રદેશ, મધ્ય પ્રદેશ, હૈદરાબાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મણિપુરની ટીમો છે. મેચો સવારે 9 વાગ્યાથી શરૂ થશે.
આજે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ C પર મહારાષ્ટ્ર-બરોડા, SCA ક્રિકેટ પેવેલિયન સણોસરા ગ્રાઉન્ડ A પર હૈદરાબાદ-મણિપુર તેમજ સણોસરા ગ્રાઉન્ડ B પર રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ટીમો સામ-સામે ટકરાશે.
જે બાદ 10 ઑક્ટોબરે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી પર હૈદરાબાદ-બરોડા, સણોસરા ગ્રાઉન્ડ એ પર મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર અને સણોસરા ગ્રાઉન્ડ બી પર રાજસ્થાન-મણિપુર મુકાબલો કરશે.
12 ઑક્ટોબરે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી પર રાજસ્થાન-મહારાષ્ટ્ર , સણોસરા ગ્રાઉન્ડ એ પર મધ્ય પ્રદેશ-હૈદરાબાદ પર અને સણોસરા ગ્રાઉન્ડ બી પર બરોડા-મણિપુર રમશે.
14 ઑક્ટોબરે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી પર રાજસ્થાન-હૈદરાબાદ, સણોસરા ગ્રાઉન્ડ એ પર મહારાષ્ટ્ર-મણિપુર અને સણોસરા ગ્રાઉન્ડ બી પર બરોડા-મધ્ય પ્રદેશ મુકાબલો થશે. 16 ઑક્ટોબરે મધ્ય પ્રદેશ-મણિપુર નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી પર, બરોડા-રાજસ્થાન સણોસરા ગ્રાઉન્ડ એ પર અને મહારાષ્ટ્ર-હૈદરાબાદ સણોસરા ગ્રાઉન્ડ બી પર રમશે.
સૌરાષ્ટ્ર ટીમ એલિટ ગ્રુપ Dમાં છે અને લખનૌમાં લીગ મેચો રમશે. આ ગ્રુપમાં આંધ્ર, કેરળ, આસામ, ઉત્તરાખંડ અને મુંબઈ પણ છે. સૌરાષ્ટ્ર 8 ઑક્ટોબરે આંધ્ર સામે ભારતરત્ન અટલ બિહારી વાજપેયી એકાણા ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ B પર, 10 ઑક્ટોબરે કેરળ સામે એકાણા સ્ટેડિયમ પર, 12 ઑક્ટોબરે આસામ સામે એકાણા સ્ટેડિયમ પર, 14 ઑક્ટોબરે ઉત્તરાખંડ સામે એકાણા ગ્રાઉન્ડ બી પર અને 16 ઑક્ટોબરે મુંબઈ સામે GCRG ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે. આ મેચો પણ સવારે 9 વાગ્યાથી શરૂ થશે.
