Gujarat Weather Live: અમદાવાદ સહિતના શહેરોમાં કેટલું રહેશે તાપમાન, ગરમી વધશે કે ઘટશે? જાણો આજનું હવામાન

Gujarat Weather Forecast Live Updates (08 October 2026) | આજનું હવામાન તાપમાન: રાજ્યમાં આગામી 7 દિવસની હવામાન વિભાગની આગાહી અને મુખ્ય શહેરોના તાપમાનની માહિતી વાંચો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 06:00 AM (IST)Updated: Thu, 08 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-08-october-2026-what-will-be-the-temperature-in-ahmedabad-and-other-cities-today

Gujarat Weather Forecast Live Updates (08 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટ 38.1 ડિગ્રી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને ગરમીનો પારો 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

આગામી સાત દિવસમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ કોઇ મોટો તફાવત જોવા નહીં મળે એટલે કે દિવસ દરમિયાન જે પ્રકારની ગરમી હાલ અનુભવાઈ રહી છે. તેવીજ ગરમી આગામી દિવસોમાં યથાવત રહેશે. તેમજ રાત્રીના સમયે આંશિક ઠંડી વર્તાઇ શકે છે.

કયા શહેરમાં કહ્યું રહ્યું મહત્તમ તાપમાન

હવામાન વિભાગ અનુસાર, ગઇકાલે 7 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 38.1 ડિગ્રી, ડીસામાં 38, સુરેન્દ્રનગરમાં 37.7, અમદાવાદમાં 37.4, વડોદરામાં 37, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, ભુજમાં 36.5, અમરેલીમાં 36.5, કંડલા પોર્ટમાં 36.3, કેશોદમાં 36.3, સુરતમાં 36.2, ગાંધીનગરમાં 36, ભાવનગરમાં 36, મહુવામાં 35.8, નલિયામાં 34.5, પોરબંદરમાં 33.9, વેરાવળમાં 32.9, દ્વારકામાં 32, ઓખામાં 31.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 22.2 ડિગ્રી, પોરબંદરમાં 22.3, અમરેલીમાં 22.4, નલિયામાં 23, ડીસામાં 23.4, રાજકોટમાં 23.5, ગાંધીનગરમાં 23.5, ભુજમાં 24.2, વેરાવળમાં 24.7, અમદાવાદમાં 24.8, ભાવનગરમાં 24.8, ઓખામાં 24.8, વડોદરામાં 25, કંડલા પોર્ટમાં 25, દ્વારકામાં 25.2, સુરતમાં 25.9, વલ્લભ વિદ્યાનગરમાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે.