Gujarat Weather Update: ગુજરાતમાં કચ્છમાં આજે મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ પારો સામાન્ય કરતા નીચો નોંધાયો હતો. રાજ્યના અન્ય ભાગોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. 38.1 ડિગ્રી સાથે રાજ્ય સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 22.2 ડિગ્રી સાથે કેશોદમાં રાત્રે ઠંડી વધુ અનુભવાઇ હતી. આગામી સાત દિવસ પણ આ જ પ્રકારનું હવામાન રહી શકે છે.
આગામી સાત દિવસમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ કોઇ મોટો તફાવત જોવા નહીં મળે એટલે કે દિવસ દરમિયાન જે પ્રકારની ગરમી હાલ અનુભવાઈ રહી છે. તેવીજ ગરમી આગામી દિવસોમાં યથાવત રહેશે. તેમજ રાત્રીના સમયે આંશિક ઠંડી વર્તાઇ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના હવામાનની વાત કરીએ તો સૂકું વાતાવરણ રહ્યું હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. કચ્છમાં સામાન્ય કરતા નીચુ મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યના બીજા ભાગોમાં સામાન્ય તાપમાન રહ્યું હતું.
કયા શહેરમાં કહ્યું રહ્યું મહત્તમ તાપમાન
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 38.1 ડિગ્રી, ડીસામાં 38, સુરેન્દ્રનગરમાં 37.7, અમદાવાદમાં 37.4, વડોદરામાં 37, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, ભુજમાં 36.5, અમરેલીમાં 36.5, કંડલા પોર્ટમાં 36.3, કેશોદમાં 36.3, સુરતમાં 36.2, ગાંધીનગરમાં 36, ભાવનગરમાં 36, મહુવામાં 35.8, નલિયામાં 34.5, પોરબંદરમાં 33.9, વેરાવળમાં 32.9, દ્વારકામાં 32, ઓખામાં 31.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 22.2 ડિગ્રી, પોરબંદરમાં 22.3, અમરેલીમાં 22.4, નલિયામાં 23, ડીસામાં 23.4, રાજકોટમાં 23.5, ગાંધીનગરમાં 23.5, ભુજમાં 24.2, વેરાવળમાં 24.7, અમદાવાદમાં 24.8, ભાવનગરમાં 24.8, ઓખામાં 24.8, વડોદરામાં 25, કંડલા પોર્ટમાં 25, દ્વારકામાં 25.2, સુરતમાં 25.9, વલ્લભ વિદ્યાનગરમાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
