Gujarat Weather Forecast Live Updates (07 October 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં રાત્રીના સમયે આંશિક ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આજે અને આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગઇકાલે 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ જ્યારે 22.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી ઠંડુ શહેર રહ્યું છે.
આજે કેવું રહેશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે એટલે કે ગઇકાલે જે પ્રકારે દિવસે ગરમી અને રાત્રે આંશિક ઠંડી અનુભવાઇ હતી તેવું જ વાતાવરણ જોવા મળી શકે છે. આ ઉપરાંત આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં આવું જ હવામાન રહી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બારામતી, હરનાઈ પરથી પસાર થઈ રહી છે. મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ રૂપે જોવા મળી રહ્યું છે. નીચલા સ્તરે પ્રદેશ પર દક્ષિણ-પશ્ચિમીથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
36.6 ડિગ્રી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી અનુભવાઈ
હવામાન વિભાગ અનુસાર, 6 ઓક્ટોબરના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 36.6 ડિગ્રી, અમદાવાદમાં 36.4, વડોદરામાં 36.4, ડીસામાં 36.3, રાજકોટમાં 36.3, અમરેલીમાં 35.5, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, ગાંધીનગરમાં 35.2, સુરતમાં 35.2, કંડલા પોર્ટમાં 35, ભુજમાં 34.4, ભાવનગરમાં 34.3, કેશોદમાં 34, પોરબંદરમાં 33.6, નલિયામાં 33.5, દ્વારકામાં 33.2, ઓખામાં 32.2, વેરાવળમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
22.2 ડિગ્રી સાથે અમરેલીમાં ઠંડીનો ચમકારો
ગુજરાતના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 23, પોરબંદરમાં 23.4, ડીસામાં 23.5, કેશોદમાં 23.7, ભુજમાં 24, રાજકોટમાં 24.2, વડોદરામાં 24.4, નલિયામાં 24.4, વલ્લભ વિદ્યાનગરમાં 24.6, ભાવનગરમાં 24.8, ઓખામાં 24.8, કંડલા પોર્ટમાં 25.2, વેરાવળમાં 25.3, સુરેન્દ્રનગરમાં 25.4, અમદાવાદમાં 25.4, સુરતમાં 25.8, દ્વારકામાં 25.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેશે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
