Sutrapada: સુત્રાપાડાની પોલીસના વાંકે મહિલાનો મૃતદેહ કલાકો સુધી રઝળ્યો!

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 18 Jan 2024 10:04 PM (IST)Updated: Thu, 18 Jan 2024 10:15 PM (IST)
the-womans-body-was-found-for-hours-because-of-sutrapada-police

Sutrapada: સુત્રાપાડાના નવાપરા ગામની એક પરિણીતાએ એસીડ ગટગટાવ્યા પછી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી. અહીં અસરગ્રસ્ત મહીલાનું મૃત્યુ થયા બાદ આગળની કાર્યવાહી માટેની રાજકોટ પોલીસની જાણ પછી પણ સુત્રાપાડા પોલીસે ફરજમાં રીતસરનાં અખાડા કરી મૃતકનાં મોતનો મલાજો ન જાળવતા રાજકોટની હોસ્પીટલમાં કલાકો સુધી મૃતદેહ રઝળ્યો હતો.

આ બનાવની ગંભીરતા લઇને ગીર સોમનાથ જિલ્લાનાં પોલીસવડા મનોહરસિંહજી જાડેજા હવે સુત્રાપાડાનાં કસુરવાર પોલીસમેન સામે કેવા પગલાં ભરશે? તેવા જાણકારોમાં સવાલો ઉઠાવાયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના નવાપરા ગામની પૂજાબેન રવિભાઇ ચૌહાણ ઉ.વ.22એ ગત તા.10ના રોજ પોતાના ઘરે એસીડ પી લેતા તેણીને પ્રથમ સારવાર સુત્રાપાડા- જુનાગઢ અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઇ હતી. જયાં આજે પૂજાબેનનું મૃત્યુ થયું હતું.
ફરજ પરના તબીબોએ મહીલાને મૃત જાહેર કર્યા બાદ હોસ્પીટલ ચોકીના હેડ કોન્સ્ટેબલ રામસીભાઇ વરૂ અને ટોફિકભાઇએ સુત્રાપાડા પોલીસને જાણ કરી હતી કે આગળની કાર્યવાહી માટે રાજકોટ આવવું પડશે.

પણ સુત્રાપાડા પોલીસનાં સંબંધીત જવાબદાર પોલીસ સ્ટાફે મનાવતાને ઠેબે ચડાવી રાજકોટ આવવા કોઇ તૈયારી નહીં બતાવી, ફરજમાં ભયંકર બેદરકારી દાખવવાનું સવારનાં 8 વાગ્યાથી બપોરનાં 1 વાગ્યા સુધી ચાલુ રાખતા ઇન્કવેસ્ટ, પીએમ સહીતની આગળની કાર્યવાહી વગર પૂજાબેનનો મૃતદેહ સુત્રાપાડાની પોલીસનાં વાંકે કલાકો સુધી પીએમ રૂમમાં રઝળ્યો હતો.

ટૂંકો લગ્નગાળો ધરાવતી મહિલાના પીએમ માટે પીએસઆઇ/પીઆઇની પડે જરૂર રાજકોટ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે જણાવ્યું હતું કે 7 વર્ષની અંદરના લગ્નગાળામાં કોઇ મહીલાનું મૃત્યુ થાય તો જે તે વિસ્તારના પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેકટર કે પોલીસ સબ ઇન્સ્પેકટરની પીએમ સહીતની કાર્યવાહીમાં જરૂર પડે. એટલે આ બનાવમાં સુત્રાપાડાની પોલીસને આવવું જ પડે. છતાં ન આવી તે નગ્નસત્ય જાહેર થઇ ગયું હતું. સુત્રાપાડાની પોલીસે ત્યાંના ક્ધટ્રોલ રૂમમાં પણ ન પડાવી એન્ટ્રી
હોસ્પીટલ ચોકીની પોલીસે સુત્રાપાડાની પોલીસને અનેક વખત આજીજી કરી કે તમે ન આવો તો ચાલશે પણ તમારા પોલીસ ક્ધટ્રોલ રૂમમાન બનાવની એન્ટ્રી તો કરાવી દો ત્યાંથી સુચના મળશે તો અહીં કાર્યવાહી આગળ ધપાવી શકાય. પણ સુત્રાપાડા પોલીસે સત્તાના કેફમાં આ વાતમાં પણ નફટાઇ આદરીને અસહકાર આપ્યો હોવાનો અહીંની પોલીસે આક્ષેપ કર્યો છે.

અંતે પ્ર.નગર પોલીસે માનવતા દાખવી કરી મૃતકની પીએમ વિધિ કરી કોઈ કરાણોસર કે કામોના ભરણ નીચે દબાયેલી સુત્રાપાડાની પોલીસે એક મહિલાના મોતના બનાવમાં રાજકોટ આવવાની વાતને ઠેબે ચડાવી ધાર્યુ કરવામાં બેદરકારી દાખવી હતી અંતે 6થી 7 કલાક બાદ પ્ર.નગર પોલીસે માનવતા દાખવી મૃતક મહિલાનું ઈન્કવેસ્ટ ભરી પીએમ વીધી પુરી કરાવી હતી.
સુત્રાપાડા પોલીસની નાગડદાઈ વચ્ચે મૃતકનો પરિવાર રડતો રહ્યો.

પૂજાબેન ચૌહાણને પુત્રીના જન્મ બાદ માનસિક અસર થઈ જતા તેઓ કંટાળી ગયા હતાં માત્ર અઢી વર્ષની દિકરીની પરવરીશ માટે થાકી ગયેલા પૂજાબેને એસીડ પી લેતા આજે તેણીનું મૃત્યુ થયું હતું બીજી બાજુ સુત્રાપાડા પોલીસની નાગડદાઈ વચ્ચે સવારથી બપોર સુધી મૃતકનો પરિવાર રોકકળ કરતો રહ્યો હતો બપોરે અહીંની પોલીસે ભોજનની વ્યવસ્થા કરીને પરિવારજનોને શાંતવના પાઠવી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.