Rajkot News: રાજકોટમાં ગત મોડી રાત્રે યુનિવર્સિટી રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે ગરબા રમીને પરત ફરી રહેલા કારચાલકે એક્ટિવાચાલક માતા-પુત્રને જોરદાર ટક્કર મારતાં બંને હવામાં ફંગોળાઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતમા બંને માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે આ બનાવમાં મહિલાનો પગ કપાઈ ગયો હતો.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી પ્રમાણે, શહેરના યુનિવર્સિટી રોડમાં સાધુવાસવાણી કોર્નર નજીક એક પૂરપાટ સફેદ રંગની કારે એક એક્ટિવાને અડફેટે લીધું હતું. કારની જોરદાર ટક્કરે માતા અને પુત્ર હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં બંને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે દુર્ઘટનામાં માતાનો પગ કપાયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
મહિલાનો પગ કપાયો
અકસ્માતને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડયા છે. જ્યારે ઘટનાનની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
સીસીટીવીમાં સામે આ્યું કે, એક કારમાં ગરબા રમીને ઘરે પાછા જઈ રહેલા યુવક અને યુવતીઓ ઉતરી રહ્યા હતા. હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને કારના નંબરના આધારે વધુ તપાસ શરુ કરી છે.
