રાજકોટ: ટ્રેનની અડફેટે બે સિંહણના મોતથી અરેરાટી, જેતપુર નજીક સર્જાયો અકસ્માત

ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે બંને સિંહણ આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 10:16 PM (IST)Updated: Mon, 23 Nov 2026 10:16 PM (IST)
rajkot-two-lionesses-killed-after-being-hit-by-a-train-near-jetpur

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુર નજીક વન્યજીવોની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. જેતપુર રેલવે સ્ટેશનના વાવડી અને ખીરસરા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે આવી જતા એકસાથે બેસિંહણના મોત નીપજ્યાં છે. ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે બંને સિંહણ આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

આ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જેતપુર ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ, બે સિંહણનામોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકોનાટોળેટોળા ઉમટી પડ્યા હતા. રેલવે ટ્રેક પર એકસાથે બે સિંહણનામોતનીઘટના બન્યા બાદ વન્યજીવોની સુરક્ષા અને રેલવે ટ્રેક પર તેમની અવરજવર અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.