Rajkot News:રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગને મળેલી કંટ્રોલ રૂમની માહિતી મુજબ, કુવાડવા રોડ વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. કુવાડવા રોડ પર આવેલ રાજુ વેઈટર સામે ખોડીિયાર માતાના મંદિર પાસે, શિવધારા રેસિડેન્સી, શેરી નં-૬, રાણપુર રેડપના વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓ પાણીના કૂવા કે ગરડામાં ડૂબી ગયા હોવાની જાણ થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માત્ર ૧૦ થી ૧૨ મિનિટની ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન બાદ ત્રણેય વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ૨૦ થી ૨૨ ફૂટર જેટલા ઊંડા પાણીના કુંડમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા સભ્યો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ઘટના સ્થળે પોલીસ તેમજ મૃતકોના સગા-સંબંધીઓ પણ હાજર રહ્યા હતા.
પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ મૃતકોની વિગતો
- ધીરૂભાઈ નનાભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૫૦) - રહે. ખારા.
- નરેન્દ્રભાઈ મગનભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૩૦) - રહે. ખારારે.
- નપનભાઈ ધીરૂભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૨૩) - રહે. ખારારે.
