Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં લગભગ છેલ્લા બે વર્ષેથી જુવેનાઇલ ડાયાબિટીસના ઇંજેકશનોની તંગી વચ્ચે અંતે સરકારે વરસી હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલને જુવેનાઇલ ડાયાબિટીસના 12000 જેટલા ઇંજેકશનોનો જથ્થો ફાળવાતા જુવેનાઇલ ડાયાબિટીસથી પીડાતા બાળકોને મોટી રાહત થઇ છે. જો કે, હજૂ પણ બાળકો માટે અત્યંત જરૂરી એવી કેલ્સર નામની ગોળીની તંગી છે ત્યારે સરકાર આ ગોળી પણ તાકીદે ફાળવી ડાયાબિટીસથી પીડિત બાળકોના આશિર્વાદ મેળવે તેવી માંગણી ઉઠવા પામી છે.
સિવિલ હોસ્પિટલના સુત્રોના કહેવા મુજબ રાજ્ય સરકાર દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ વાળા બાળકો માટે ખુબ જ ઉપયોગી એવા ડેસ્ફારેલ ઇંજેકશનનો 12 હજાર નંગ જથ્થો ગતરાત્રે હોસ્પિટલને મળી ગયેલ છે. ઇંજેકશનનો જથ્થો આવી જતાં આજે સવારથી જ જરૂરીયાતમંદ બાળકોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. જો કે, જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે ઇંજેકશન સાથે અત્યંત ઉપયોગી એવી ડેફ્રિજેટ-500 ગોળીનો જથ્થો હજૂ રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયો નથી.
આ પણ વાંચો
દરેક પીડિત બાળકને દરરોજ 4 થી 5 ગોળીની જરૂરીયાત રહે છે પરંતુ સરકાર દ્વારા નહીં ફાળવાતા આ ગોળી બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે. જુવેનાઇલ ડાયાબિટીસ પીડિત બાળકોના વાલીઓનુ કહેવુ છે કે, ડેફ્રિજેટ-500 ગોળી રાજકોટ સિવાય જામનગર, અમદાવાદ સહિત તમામ સરકારી હોસ્પિટલોમાં મળે છે. આ સિવાય ખુલ્લા બજારમાં પણ આ દવા જોઇએ તેટલી મળે છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલનું તંત્ર જ ગોળી મંગાવતુ નથી જેનો ભોગ બાળકો બની રહ્યા છે.
