Rajkot: ગુજરાતભરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા ચાલી રહી છે. યુવાનો અને યુવતીઓ ખાખી પહેરવા તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે દોડની પરીક્ષામાં નાસી પાસ થતા ઉમેદવારોના સપના રોડાઇ જતા અગાઉ આપઘાત કે આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવો સામે આવ્યા છે. આવો જ એક વધુ બનાવમાં રાજકોટ પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટીયાની યુવતીએ બહેનપણીના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મોડી રાતે બહેનપણી તેના સંબંધીના ઘરે ગઇ હતી, જયાંથી સવારે પરત આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી. ગુરુવારે તેની દોડની પરીક્ષા હતી તે પૂર્વેજ આ પગલુ ભરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
આ પણ વાંચો
બહેનપણીએ પાડોશીઓની મદદથી દરવાજો તોડીને જોતા રીતુ લટકતી હતી
દેવભૂમિ દ્વારકાના ભાટીયા ગામે રહેતી રીતુ દેવાભાઇ કાબરીયા (21)નામની આહીર યુવતી પોલીસ ભરતીની પરીક્ષા માટે તૈયારી કરતી હતી. આગામી તા.26ના રોજ રાજકોટમાં મવડી પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ દોડની પરીક્ષામાં તેનો નંબર આવ્યો હોવાથી તે રાજકોટ આવી હતી. રાજકોટમાં રીતુ મુંજકા ગામે રહેતી તેની બહેનપણી હીના રાઠોડના ઘરે રોકાઇ હતી.
ગઇકાલે રાત્રે હીના રાઠોડ તેના સંબંધીના ઘરે કામ અર્થે ગઇ હતી. જ્યાંથી સવારે પરત તેના ઘરે આવતા દરવાજો બંધ હતો અને ખટખાવવા છતાં રીતુએ કોઈ પ્રત્યુતર ના આપતા પાડોશીની મદદથી દરવાજો તોડી નાંખ્યો હતો. જે બાદ રૂમમાં અંદર જઈને જોતા રીતુ લટકતી હાલતમાં મળી આવી હતી. મોડી રાતે રીતુએ પંખામાં ચુંદડી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પુત્રીના મોતની જાણ થતા પરિવારજનો પણ ભાટિયાથી રાજકોટ આવવા રવાના થયા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતક રીતુ ત્રણ બહેનમાં વચેટ અને તેના પિતા ખેતી કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. તેણીએ દોડની પરીક્ષા પૂર્વે જ આ પગલું શા માટે ભરી લીધુ તે અંગે કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પારડીમાં ઘરના આંગણામાં રમતો બાળક ટાંકામાં ડૂબી જતાં મોતને ભેટ્યો
ચોટીલાના ભેટસુડા ગામે સાસરૂ ધરાવતી શિલ્પાબેન પ્રભાત પરમારના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. તેણીને સંતાનમાં ત્રણ વર્ષનો દિકરો આયુષ હતો. શિલ્પાબેનના પતિ પ્રભાતભાઇ લાખાભાઇ પરમાર ખેત મજૂરી કરે છે. પતિ-પત્નિ વચ્ચે કોઇ વાતે અણબનાવ થતાં શિલ્પાબેન આઠેક મહિનાથી પારડી ગામે સહજાનંદ સોસાયટીમાં રહેતાં પિતા કેશુભાઇ રામજીભાઇ ચાવડાને ત્યાં રીસામણે આવી છે.
ગત સાંજે માતા ઘરમાં કામ કરતી હતી, ત્યારે દિકરો આયુષ બહાર રમવા માટે ગયો હતો. પંદરેક મિનિટ બાદ માતા દિકરાને બોલાવવા બહાર નીકળી ત્યારે તે જોવા ન મળતાં ફાળ પડી ગઇ હતી. શોધખોળ કરતાં નજીકમાં જ ભોં ટાંકો હોઇ તેમાં આયુષ પડયો હોઇ તુરત બેભાન હાલતમાં બહાર કાઢી લોધીકા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખસેડયો હતો. જો કે સારવાર દરમિયાન આ માસુમનું મોત થતાં પરિવામાં કલ્પાંત સર્જાયો હતો.
