Rajkot: એસ.ટી. બસ પોર્ટ પર કામદારોએ મહિલાની સફળ ડિલિવરી કરાવી, પરિસ્થિતિ પારખી ચાદરથી કામચલાઉ પ્રસુતિગૃહ બનાવ્યો

પ્લેટફોર્મ નંબર 2 પર સગર્ભાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા મહિલા કામદારો મદદ માટે આગળ આવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Jan 2025 05:08 PM (IST)Updated: Wed, 01 Jan 2025 05:08 PM (IST)
rajkot-s-t-workers-at-the-bus-port-successfully-delivered-the-woman
HIGHLIGHTS
  • આદિવાસી સગર્ભા પોતાના વતન છોટા ઉદેપુર જવા નીકળી હતી

Rajkot: રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર માનવતાની મહેક પ્રસરી ઉઠી હતી. ગઈકાલે સાંજે 7 કલાકની આસપાસ આદિવાસી મહિલા જે લોધિકા તાલુકામાં ખેત મજૂરી કામ કરતા હોય તે પોતાના વતન છોટાઉદેપુર તરફ જતા હોય, ત્યારે એસ.ટી બસ પોર્ટ ના એન્ટ્રી ગેટ થી પ્લેટફોર્મ તરફ જતા હતા. આ સમયે સગર્ભા મહિલાને પ્લેટફોર્મ નંબર 2 પર એકાએક પેટમાં દુ:ખાવો ઉપાડતા તાત્કાલિક સદર મહિલાને ફરજ પરના એસ.ટી ના કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા મહિલા કામદારો દ્વારા મદદ મળી હતી ચાદરો મંગાવી કામ ચલાઉ પ્રસુતા ગૃહ ઊભું કરી મહિલા ને ડીલેવરી કરાવી હતી.

ફરજ પરના ઇન્ચાર્જ સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષભાઈ ચાવડા તાત્કાલિક 108 બોલાવી તત્કાલીન સમયે એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ 31 ડિસેમ્બરના બંદોબસ્તમાં હોવાને પદલે હાજર ન હોય. સગર્ભા મહિલા ને કે તેના બાળકને ભીડમાં કોઈ હાનિ ન પહોંચે એટલા માટે તે સમયે ઉપસ્થિત ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષભાઈ ચાવડા, ટ્રાફિક કંટ્રોલર સુરેશભાઈ દલસાણીયા, લાડાણીભાઈ એ વિસ્તારને કોર્ડન કરી એસ.ટી સ્ટાફ દ્વારા સમયસર મદદ મળી હતી.

108 આવતા ઇન્જેક્શન આપતા નોર્મલ ડિલિવરી થયા બાદ જનાના હોસ્પિટલમાં મહિલા અને બાળક ને મોકલવામાં આવેલ હતા બાળક અને મહિલાની તબિયત એકદમ સ્વસ્થ હતી અને ખુશીની બાબત તો એ છે કે, તે મહિલાને બાબાનો જન્મ થયો હતો. માતા સાવિત્રી સંતાપ અને બાળક એકદમ સ્વચ્છ ચે અને બે કિલોનું વજન હોવાનું સિવિલની પાટીમાં જણાવ્યું હતું.

ગજેન્દ્રસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના જ્યારે બને ત્યારે ગુજરાત એસ.ટી દ્વારા મહિલા તેમજ તેમની સાથેના પરિવારને એસ.ટી માં તેમના વતનમાં જવા માટે પછીથી ટિકિટના પૈસા ન લઈને ફ્રી સેવા આપવી જોઇએ. ગુજરાત એસ.ટી માં નિયમિત 27 લાખ મુસાફરો અપડાઉન કરે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ અંગે રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવી એક પરિપત્ર બહાર પાડી આવા મજદૂર પરિવારોને પોતાના વતનમાં જવા કે જે સ્થળે જતા હોય તે માટે એસ. ટીમાં નિ:શુલ્ક સેવા આપવી જોઈએ.