Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીથી કટારીયા ચોકડી તરફ જતા નવા રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજના કામમાં ચાલતી લોટિયા છાપ કામગીરી સામે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મોટી કાર્યવાહી કરવા આવી છે.
સ્થળ તપાસ અને ટેકનિકલ નિરીક્ષણમાં ગુણવત્તાના નબળી હોવાનું સામે આવતાં જ મ્યુનિસિપલ કમિશનરે બે જવાબદાર ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં મનપા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો
આ ઉપરાંત સિટી ઇજનેર સહિતના અધિકારીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ડેપ્યુટી ઇજનેર વી. સી. કારીયા, સસ્પેન્ડ આસિસ્ટન્ટ ઇજનેર વિશાલ વાગડીયા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુપરવિઝન અધિકારીઓ સિટી ઇજનેર સહિત સંબંધિત વિભાગીય વડાઓને શો-કોઝ નોટિસ બેકબોન કન્સ્ટ્રક્શન કંપને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, કટારીયા ચોકડી પાસે બની રહેલા નાના બ્રિજ સહિત આ રૂટ પર ચાલતા 3 બ્રિજના કામની સમીક્ષા દરમિયાન સામે આવ્યું કે કામ અત્યંત નબળી ગુણવત્તાનું ચાલી રહ્યું હતું. બ્રિજના નિર્માણમાં વપરાતું લોખંડ તદ્દન હલકી ગુણવત્તાનું હતું, સ્ટ્રક્ચરનું એલાઈનમેન્ટ યોગ્ય નહોતું અને પ્રોજેક્ટ સમયમર્યાદા કરતાં ઘણો વિલંબિત ચાલી રહ્યો હતો.
જાહેર જનતાની સલામતી સાથે ચેડાં સમાન આ ગંભીર બેદરકારી સામે આવતાં કમિશનરે નિર્માણ કરી રહેલી 'બેકબોન કન્સ્ટ્રક્શન કંપની'ને પણ નોટિસ પાઠવી ખુલાસો પૂછ્યો છે.
