Rajkot: TRP ગેમ ઝોન અગ્નિકાંડ: મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકીના જામીન મંજૂર

25 મે, 2024ના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ મામલે 16 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Nov 2025 10:55 PM (IST)Updated: Wed, 26 Nov 2025 10:56 PM (IST)
rajkot-news-yuvrajsinh-solanki-bail-in-trp-game-zone-fire-case
HIGHLIGHTS
  • યુવરાજસિંહ ગેમઝોનનો સંચાલક અને મેનેજર

Rajkot: રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. ગેમઝોનના સંચાલક-મેનેજર યુવરાજસિંહ હરીસિંહ સોલંકી દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી આજે ગ્રાહ્ય રાખવામાં આવી છે.

નોંધનીય છે કે, તા. 25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 27 લોકોનાં કરુણ મોત થયાં હતાં અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આ ગંભીર બનાવ અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવમાં કુલ 16 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ સોલંકી ઉપરાંત આ કેસમાં અન્ય મુખ્ય આરોપીઓ અને સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

જેમાં ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશન), અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, રાહુલ લલિતભાઇ રાઠોડ, મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, અને ફેબ્રિકેશન કોન્ટ્રેક્ટર મહેશ અમૃત રાઠોડ.તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ATPO જયદીપ બાલુભાઈ ચૌધરીના નામ સામેલ છે.