Rajkot: રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટી આયોજીત બે દિવસીય રાસોત્સવની તૈયારી ચાલતી હતી. આ દરમિયાન મારવાડી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગ કરતો યુવાન લાઇટના ઉભા કરાયેલા પિલર પરથી નીચે પટકાયેલા યુવકનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતા રોનક માકડીયા (27) રાતે 2 વાગ્યાના અરસામાં મારવાડી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતો. આ સમયે લાઈટના ઉભા કરાયેલા પિલર પરથી અકસ્માતે નીચે પટકાયો હતો. જેથી ગંભીર હાલતમાં રોનકને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ રોનકનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો
પ્રાથમિક તપાસમાં રોનક માકડીયાએ મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત બે દિવસના રાસોત્સવની તૈયારીના ભાગરૂપે ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાઈટ ફિટિંગનું કામ રાખ્યું હતુ. જે માટે ગત રાતે રોનક ગરબા ગ્રાઉન્ડમાં લાઈટ ફિટીંગનું કામ કરી રહ્યો હતો. આ સમયે ઉભા કરવામાં આવેલા 150 ફૂટ ઊંચા લાઈટના પીલર પરથી અકસ્માતે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. હાલ તો કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
