Rajkot Suicide: શહેરના 150 ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિતાના ઘરે રહેતી પરણીતાએ ઘર કંકાસથી કંટાળીને વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટના 9માં માળેથી ઝંપલાવ્યું હતુ. જે બાદ સ્થળ પર હાજર લોકોએ પરણીતાને તાત્કાલિક એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે પરણીતાને મૃત જાહેર કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના રેલનગરમાં પલ હોસ્પિટલ પાછળ મધુવન એકમાં રહેતી માનસીબેન મિલનભાઈ આંબલીયા (23) નામની પરણીતાને પતિ સાથે તકરાર ચાલતી હોવાથી શહેરના 150 ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિયરમાં હતી.
ગઈકાલે ઘરકંકાશથી કંટાળીને પિતાના ઘરે વર્ધમાન એપાર્ટમેન્ટના નવમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા આસપાસમાં રહેતા સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પરણીતાને તાત્કાલિક સારવાર અર્થે એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે પરણીતાને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મૃતકને પતિ સાથે અવાર નવાર ગૃહ કંકાસ ચાલતો હોય અને ઘટનાના દિવસે દંપતિ વચ્ચે વિવાદ થયો હતો, જેનાથી નારાજ થઈ ને પરણીતા રેલનગરમાં પિયરના ઘરે ચાલી ગઈ હતી સાસરીમાંથી પિયરમાં આવ્યા બાદ પરણીતા માનસિક તણાવમાં હતી.
તેમજ મૃતકનો જન્મ દિવસ એક દિવસ પૂર્વે આપઘાત કરી લેતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા. ગૃહક્લેશના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એમ ચાવડા વધુ તપાસ હાથ ધરી છે
