Rajkot: ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું રહસ્યમય મોત, દારૂડિયા પિતાએ બેરહેમીથી ફટકારી હત્યા કરી હોવાનો પુત્રીનો આક્ષેપ

5 દિવસ પહેલાં દારૂડિયા પતિએ માર માર્યા બાદ ઘરમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી દીકરીએ દોડી જઇ હોસ્પિટલે ખસેડયા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 Nov 2024 07:20 PM (IST)Updated: Sat, 23 Nov 2024 07:20 PM (IST)
rajkot-news-woman-deadbody-found-daughter-claim-murder-by-father
HIGHLIGHTS
  • પતિએ ઢોરમાર મારતા મોત થયું હોવાનો આક્ષેપ

Rajkot: ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલા પોતાના ઘરે બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી પુત્રીએ દોડી જઇ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. મહીલાને તેના પતિએ પાંચ દિવસ પહેલા દારૂડિયા પતિએ માર મારતા તેમનું મોત થયાનો પુત્રીએ આક્ષેપ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલમાં પટેલવાડી પાસે રહેતા નઝમાબેન સલીમહુસેન ફકીર (ઉ.વ.40) નામના મહિલાને ગઇકાલે બપોરે બેભાન હાલતમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

પ્રાથમિક તપાસમાં મૃતક નઝમાબેનના ત્રીજા લગ્ન હતા અને પતિ સલીમના બીજા લગ્ન હતા. નઝમાબેનને આગલા ઘરના બે પુત્ર અને ત્રણ પુત્રી છે. જેમાં મોટી પુત્રી યાસ્મીન રાજકોટમાં પોપટપરામાં રહેતી હોય તેમણે આક્ષેપ કર્યો હતો કે, માતા નઝમાબેનને તેમના પતિ સલીમે પાંચ દિવસ પહેલા દારૂ પીને માર માર્યા બાદ માતા ઘરમાં પડયા હતા.આ બાબતની જાણ થતા તેઓ ગોંડલ દોડી જતા માતા ઘરમાં બેભાન મળી આવ્યા હતા. આથી તેમને સારવાર અર્થે ખસેડાય હતા. જેથી પતિએ માર મારતા મોત થયાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં માતાને તેના સાસુ રોશનબેન, નણંદ યાસ્મીન અને પતિ સલીમ દારૂ પીને માર મારતા હોવાનું જણાવતા પોલીસે રિટ્રોગેટ એચએસલી કરાવી વધુ તપાસ હાથ ધરી છે.