Rajkot: રાજકોટ શહેરનાં માઉન્ટેન પોલીસ લાઇન કર્વાટરમાં રહેતા મહિલા કૉન્સ્ટેબલે કર્વાટરમાં જ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. આ ઘટનામા પ્રનગર પોલીસ સ્ટાફે કાગળો કર્યા હતા. મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં પોતાને બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનુ પોલીસમાથી જાણવા મળી રહયુ હતુ.
આ બનાવની વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગરમાં અને માઉન્ટેન પોલીસ લાઇનમા રહેતી ભૂમિકાબા કનકસિંહ ચૌહાણ નામની 27 વર્ષની પોલીસ કોન્સ્ટેબલ યુવતીએ આજે પોતાનાં કવાર્ટરે કોઇ ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. આ ઘટનાની જાણ થતા પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે કાગળો કર્યા હતા. ભૂમિકાબા એક ભાઇની એકની એક બહેન હતી. તેમનાં પિતા ખાનગી કંપનીમા નોકરી કરે છે.
આ ઘટના મામલે પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ, ભૂમિકાબા કયારેક કૃષ્ણનગરમાં પોતાના ઘરે અને માઉન્ટેન પોલીસ લાઇનમાં આવેલા પોતાનાં કવાર્ટરે રહેતા હતા . આજે સવારે તેમનાં માતા-પિતાએ ભૂમિકાબાને કોલ કર્યા હતા, પરંતુ ભૂમિકાબાએ કોલ રીસીવ ન કરતા બંને કવાર્ટરે જોવા ગયા હતા, ત્યા ભુમીકાબા ઝેરી દવા પીધેલી હાલતમાં બેશુદ્ધ હાલતમાં પડયા હતા. આથી તેમણે તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જયાં ટૂંકી સારવાર બાદ તેમનુ મૃત્યુ નીપજયુ હતુ.
મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા તેમને બીમારીનો ઉલ્લેખ કર્યો છે. તેમજ ભૂમિકાબાને આચકીની બીમારી હોય જેથી તેઓ અવાર નવાર સિવીલે સારવાર લેતા હતા. ભુમીકાબા સૌ પ્રથમ પ્રનગર પોલીસ મથક અને હાલ બી ડીવીઝન પોલીસ મથકમા ફરજ બજાવતા હતા. જો કે આજે ભુમીકાબાએ આ પગલુ ભરી લેતા પોલીસ બેડામા શોક છવાઇ ગયો છે.
