Rajkot: પયુર્ષણ નિમિત્તે 8 દિવસ કતલખાના બંધ રાખવાનો આદેશ, જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Aug 2024 04:33 PM (IST)Updated: Fri, 30 Aug 2024 04:40 PM (IST)
rajkot-news-slaughterhouse-close-during-paryushan-parva-2024

Rajkot: જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે શહેરભરમાં કત્તલખાના બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. જેમાં આ વર્ષે પણ 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી સતત 8 દિવસ મનપાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ કરવા માટે આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આગામી જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે તા. 31થી તા. 7 તેમ (8 દિવસ) સુધી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા હુકમ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી.GPMC એક્ટ 1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.