Rajkot: શાપરમાં 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરી 16 વર્ષના તરુણે ગર્ભવતી બનાવી

ગત 4 ઓક્ટોબરના રોજ સગીરા ઘરેથી ભાગી જતાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી . પોલીસની તપાસમાં અપહ્યત તરુણી મધ્ય પ્રદેશના ધારથી મળી આવતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 03 Nov 2025 07:07 PM (IST)Updated: Mon, 03 Nov 2025 07:07 PM (IST)
rajkot-news-shapar-veraval-teenage-girl-pregnant-after-rape-by-kidnapper
HIGHLIGHTS
  • અપહ્યત સગીરા અને તરુણને શાપર લાવવામાં આવ્યા
  • મેડિકલ ચેકઅપમાં સગીરાના ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ

Rajkot: રાજકોટ નજીક શાપર-વેરાવળમાં વાલીઓ માટે લાલબતી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 15 વર્ષની સગીરાને ભગાડી જનાર 16 વર્ષના તરૂણે સગીરા ઉપર દુષ્કર્મ ગુજારતા તે ગર્ભવતી બની હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. શાપર પોલીસે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાંથી સગીરા અને સગીર આરોપીને ઝડપી લઇ પરિવારને સોપ્યા હતા.

શાપર વેરાવળમાંથી ગઇ તા. 4ના રોજ 15 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પી.આઈ. આર.બી. રાણાએ તપાસ કરતાં અપહૃત તરૂણી હાલ મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં હોવાની માહિતી મળતા ટીમ મોકલી હતી અને તરૂણીને શોધી કાઢી હતી. સાથોસાથ તેને ભગાડી જનાર 16 વર્ષનો તરૂણ મળી આવતાં તેની અટકાયત કરી હતી.

શાપર લવાયા બાદ મેડિકલ ચેકઅપમાં તરૂણી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તે અંગેની કલમ નોંધવા શાપર પોલીસે તજવીજ હાથ ધરી છે. ધરપકડ કરી છે. આ ઉપરાંત સગીરાનુ અપહરણ કરી તેને ગર્ભવતી બનાવનાર સગીર સામે પોલીસે કાયર્વાહી કરી હતી.

રેંજ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વે.) પોલીસ સ્ટેશનના પી.આઈ આર.બી.રાણા સાથે એ.એસ.આઇ. ક્રિપાલસિંહ રાણા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાધલ, જગશીભાઇ ઝાલા, દિનેશભાઇ ખાટરીયા તથા, પો.કોન્સ. લગધિરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, રાજદિપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.