Rajkot Congress Protest: રાજકોટમાં ભાજપ દ્વારા ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરોને ગુલાબ આપીને સ્વાગત કરવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકતા મામલો ગરમાયો અને પોલીસ તથા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, ભાજપની રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો ગુલાબ લઈને સ્વાગત કરવા જઈ રહ્યા હતા. તે સમયે પોલીસે તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કેટલાક કોંગ્રેસ કાર્યકરો બસ પર પણ ચડી ગયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપ દ્વારા લોકશાહી બચાવવાના મુદ્દે રેલી યોજવામાં આવી રહી હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસે ગુલાબ આપીને વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. પોલીસ દ્વારા કાર્યકરોને રોકવામાં આવતા ઘટનાસ્થળે તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ જોવા મળ્યો હતો.
