Rajkot: રાજકોટ શહેરમાં યુવતીઓ અને સગીરાઓ સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી તેમજ તેની સાથે મિત્રતા કેળવી પ્રેમસબંધમાં ફસાવીને દુષ્કર્મ તેમજ પજવણીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આવા જ એક બનાવને લઈને યુનિવર્સિટી પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
જેમાં કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી છાત્રાને વિધર્મી વાન ચાલકે પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. આટલું જ નહીં, આરોપીએ સગીરા સાથે અંગત પળોનો વીડિયો ઉતારી સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે છાત્રા ફોન પર વાતચીત કરતી હોય પરિવારજનોને શંકા જતા છાત્રાનો ફોન તપાસતા તેમા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો અને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીને સકંજામાં લીધો હતો.
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ રોડ પર રહેતાં યુવાને પોતાની ફરીયાદમાં આરોપી તરીકે ઈસ્કોન મંદિર પાછળ આદિત્ય વિંગમાં રહેતાં સૈફ ઇલિયાસ મેમણનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ મામલે પીઆઇ એચ.એન.પટેલ અને સ્ટાફે આરોપીને સકંજામાં લીધો હતો.
પોતાની ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેમની પુત્રી ધો.12માં અભ્યાસ કરે છે, જે સૈફ ઈલિયાસ (રહે. કાલાવડ રોડ, પ્રેમ મંદિર પાછળ)ની સ્કૂલવાન ચાલકની વાનમાં દરરોજ સ્કૂલે જતી હોવાથી બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. જે બાદ બન્ને એકબીજાના મોબાઈલ નંબર મેળવી ઈન્સ્ટાગ્રામમાં ચેટિંગ કરતા હતા. બન્ને વચ્ચે ગાઢ સબંધ થતાં વિધર્મી ઈસમ છાત્રાને રવિવારે હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજીવિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતુ.
છાત્રા સતત પોતાના ફોનમાં કોઈની સાથે ચેટ કરતી હોવાથી પરિવારને શંકા ગઈ હતી. આથી તેમણે છાત્રાનો મોબાઈલ ફોન લઈને તપાસતા સમગ્ર ઘટના સામે આવી હતી. પરિવારની પૂછપરછમાં સગીરાએ જણાવ્યું કે, સૈફ પોતાને અનેક જગ્યાએ લઈ જઈને તેની સાથે બળજબરી કરી હતી. આરોપીએ અંગત પળોનો વીડિયો ઉતારી તેને સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામમાં મોકલ્યા હતા. આટલું જ નહીં, જો હવે મને મળવા નહીં આવે, તો તારા વીડિયો વાયરલ કરી નાંખવાની ધકી આપી હતી.
દીકરીની આપવીતી સાંભળી પરિવારજનો તેને લઈને યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં યુવતીની ફરિયાદના આધારે પોલીસે વિધર્મી સૈફ નામના ઈસમ વિરુદ્ધ પોક્સો, દુષ્કર્મ અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.
સગીરાને એન્ટ્રી આપી હશે તો બંને હોટેલના સંચાલક સામે થશે કાર્યવાહી: ડીસીપી બાંગરવા
પોકસો અને દુષ્કર્મની ઘટના મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે,આ ઘટનામાં સગીરાને વિધાર્થી સેફે લગ્નની લાલચ આપી હતી અને પ્રેમસબંધ કેળવી રવિવારે જ્યારે સગીરાના એક્સ્ટ્રા લેકચર હોય ત્યારે જ શખ્સ સગીરાને બે અલગ અલગ હોટેલમાં લઇ ગયો હતો અને તેમની સાથે બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.આ મામલે પોલીસની ટીમ દ્વારા હોટેલના રજીસ્ટર ચકાસવામાં આવશે તેમજ તેમાં પડેલી એન્ટ્રીમાં ક્યાં આઈડી આપ્યા છે એ અંગે પણ તપાસવામાં આવશે જો સગીરાને તેના આઈડી પર એન્ટ્રી આપવામાં આવી હશે તો બંને હોટેલના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવશે.
