Vadodara: સાંકરદા બ્રિજ નીચેથી પસાર થઈ રહેલ ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ, લોકોને આંખોમાં બળતરા ઉપડતા હાઈવે બંધ કરાયો

નંદેસરી અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Jan 2025 06:01 PM (IST)Updated: Tue, 21 Jan 2025 06:01 PM (IST)
vadodara-news-amonia-gas-leakage-under-sankarda-bridge
HIGHLIGHTS
  • ગેસ લિકેજની ઘટનાથી વહીવટી તંત્ર દોડતું થયું

Vadodara: વડોદરા શહેર નજીક સાંકરદા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર પસાર થઈ રહેલ એમોનિયા ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા તંત્રમાં નાસભાગ મચી ગઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડ અને નંદેસરી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે ઉપર સાકરદા બ્રિજ નીચેથી પસાર થઈ રહેલું એમોનિયા ભરેલું એક ટેન્કર જેમાંથી ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરમાંથી ગેસના ગોટેગોટા નીકળ્યા હતા. આ ગેસ વાતાવરણમાં ફેલાતા લોકોને આંખમાં બળતરા થયા હતા.

આ બનાવની જાણ થતા જ નંદેસરી ફાયર વિભાગ અને વડોદરા ફાયર વિભાગની જુદી જુદી ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. એક તરફનો હાઇવે બંધ કરવાની પણ ફરજ પડી હતી. જ્યારે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક તબક્કે તો ફાયર બ્રિગેડના જવાનોને પણ ટેન્કર નજીક જવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી સંપૂર્ણ સુરક્ષિત થઈ ટેન્કર પાસે પહોંચી ગેસ લીકેજ થતો અટકાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ બ્રિજ ઉપરથી પાણીનો મારો ચલાવી ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો.