Rajkot: વેસ્ટ ઝોન હેન્ડબૉલ મહિલા ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેમ્પિયન, પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ રચ્યો

જયપુર સ્થિત રાજસ્થાન યુનિવર્સિટીને સિલ્વર તેમજ વડોદરાની પારુલ યુનિવર્સિટીને બ્રોન્ઝ મેડલ મળ્યો. ભાવનગર યુનિવર્સિટી ચોથા ક્રમે આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 26 Feb 2026 08:27 PM (IST)Updated: Thu, 26 Feb 2026 08:28 PM (IST)
rajkot-news-saurashtra-university-wins-gold-at-aiu-west-zone-womens-handball-tournament-in-rajkot
HIGHLIGHTS
  • હવે ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીની ટુર્નામેન્ટમાં ભાગ લેશે

Rajkot: રાજકોટ ખાતે યોજાયેલી એઆઈયુ વેસ્ટ ઝોન હેન્ડબોલ મહિલા ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી ગુજરાત માટે ગૌરવનો નવો અધ્યાય રચ્યો છે.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા હેન્ડબોલ ટીમ વેસ્ટ ઝોન સ્તરે ચેમ્પિયન બની હોય તેવી આ અનોખી અને ગૌરવસભર ઘટના બની છે. આજે સવારે રમાયેલી ફાઇનલ મેચમાં University of Rajasthan સામે 2420ના સ્કોરથી શાનદાર જીત મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમે ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્ય, સંકલન અને દ્રઢ મનોબળનું પ્રદર્શન કર્યું હતું.

આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સિલ્વર મેડલ University of Rajasthan (જયપુર) બ્રોન્ઝ મેડલ Parul University (વડોદરા) તથા ચોથો ક્રમ Bhavnagar Universityએ મેળવ્યો હતો. આ ચારેય ટીમો હવે આવનાર માર્ચ મહિનામાં કેરળ ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેશે.

naidunia_image

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, એસ.જી.એસ. યુનિવર્સિટીના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડો. રણછોડ રથવી, ડો. જયદીપસિંહ ચૌહાણ, ઓબ્ઝર્વર ડો. ધીરેન્દ્ર તિવારી તથા અન્ય આગેવાનો અને મહેમાનોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો. હરીશ રાબા અને શારીરિક શિક્ષણ વિભાગની 100થી વધુ સભ્યોની ટીમ, વોલન્ટિયર્સ અને વિવિધ કમિટીઓના સક્રિય સહયોગથી સમગ્ર ટુર્નામેન્ટ અને સમાપન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો.