Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ VCનો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયો

જીગર દેસાણી સાથે મોડી રાતે કારમાં યુવતી પણ હતી. પોલીસે કારમાંથી બહાર કાઢતા લથડિયા ખાતો હતો અને મોંઢામાંથી તીવ્ર વાસ આવતી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Jul 2025 10:06 PM (IST)Updated: Tue, 15 Jul 2025 10:06 PM (IST)
rajkot-news-saurashtra-university-former-vc-son-held-for-liquor-party-in-car
HIGHLIGHTS
  • હેમુ ગઢવી હોલ પાસે મિત્રો સાથે જમવા ગયો અને પકડાયો
  • પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધીને ધરપકડ કરી

Rajkot: શહેરમાં દારૂની બદીને ડામવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી દારૂના ધંધાર્થી તેમજ પીધેલા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં હેમુ ગઢવી હોલ પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલરનો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.

શહેરમાં દારૂની બંદીને ડામવા પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસ દ્વારા દારૂના ધંધાર્થી અને પીધેલી હાલતમાં નીકળનારા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હેમુ ગઢવી હોલ પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પી.વી.સી.નો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઇ ગયો છે. મિત્રો સાથે જમવા ગયો ત્યારે પોલીસનછ ઝપટે ચડી જતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત રાતે એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન રાતે 12કલાકે હેમુ ગઢવી હોલ પાછળના નાલા પાસે પહોંચતાં એક કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હતી. આતી પોલીસે તપાસ કરતાં કારમાં એક યુવક અને યુવતી બેઠા હતા.

યુવકને કારમાંથી બહાર કાઢતા તે દારુ પીધેલી હાલતમાં હોવાથી લથડિયા ખાતો હતો અને તેના મોંઢામાંથી તીવ્ર વાસ આવતી હતી. આથી પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ જીગર દેસાણી (રહે. કાલાવડ રોડ) હોવાનું અને પોતે એઈમ્સ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હોવાનું જણાવ્યું હતુ.

આથી પોલીસે તેને એ-ડિવિઝન પોલીસ મથકે લાવી તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં નશામાં ધૂત પકડાયેલ વિજય દેસાણી વ્યવસાયે વકીલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીનો પુત્ર હોવાનું માલૂમ પડ્યું છે. જે ગઈકારે રાતે દારૂની મહેફિલ માણી હેમુ ગઢવી હોલ નજીક મિત્રો સાથે જમવા ગયો, ત્યારે પોલીસની ઝપડે ચડી ગયો હતો.