Rajkot: 'રજેશન ફૂડ પ્લાનેટ'ના કોલ્ડ સ્ટોરેજમાંથી મંકોડા મળ્યા, મનપાના ફૂડ વિભાગે વધુ 5 પેઢી સીલ કરી

રાજકોટમાં મનપાના ફૂડ વિભાગે 'રજેસન ફૂડ પ્લાનેટ' અને 'ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ' સહિત 5 પેઢીઓને સીલ કરી. અસ્વચ્છ પરિસ્થિતિમાં રાખવામાં આવેલા 200 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરી દંડ વસૂલવામાં આવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Jul 2026 06:34 PM (IST)Updated: Fri, 03 Jul 2026 06:34 PM (IST)
rajkot-news-rmc-food-department-seal-rajeson-food-planet-after-checking-cold-storage

Rajkot: શહેરના ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં-3 મવડી ગામ બાયપાસ, મવડી વન બિલ્ડીંગની પાછળ આવેલા 'રજેશન ફૂડ પ્લાનેટ (બેકર્સ એન્ડ કેટરર્સ)' પેઢીને સીલ કરવામાં આવી છે.

સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી/એક્સપાયર્ડ/જીવાત, મંકોડા, ફૂગ વાળો ખોરાક, આઇસ્ક્રીમ, બેકરી રો મટીરીયલ, બ્રાઉની, ચોકલેટ, કપ કેક, મીઠાઈ, બટર, ચીઝ વિગેરે કુલ મળીને અંદાજિત 186 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.

 તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી. આ સાથે જ સ્થળ પર થી (1)વેનીલા આઇસ્ક્રીમ(લૂઝ) (2)કેક ક્રીમ પાઈનેપલ નો નમૂનો લેવામાં આવ્યો છે.

જયારે સાધુ વાસવાણી રોડ, અવધ કોમ્પ્લેક્સ સામે આવેલ 'ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ' પેઢીને સીલ કરવામાં આવી છે. જ્યા સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાદ્ય મંચૂરિયન, બાંધેલો વાસી લોટ, ગ્રેવી, લેબલ વગરના બટર પનીર કુલ મળીને અંદાજિત 20 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. આ સાથે જ સ્થળ પર થી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવ્યો છે.