Rajkot Suicide: રાજકોટના દુધસાગર રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી નેપાળી પરિણીતાના આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પતિએ સમજાવતા પરિણીતાએ વિધર્મી પ્રેમીનો સાથે છોડ્યો હતો
ગત મંગળવારે ભગવતીબેન પરિહાર (25) પોતાના ઘરેથી અમન મુસ્લિમ નામના યુવક સાથે ભાગી ગઈ હતી. આ મામલે પિતા સૂરજસિંહ દ્વારા સમજાવતા દીકરી પરત ફરી હતી.
આ પણ વાંચો
આ મામલે થોરાળા પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતુ. જે બાદ પતિ પવન પરિવારે સમજાવતા પત્નીએ જીવનમાં આગળ વધવા માટે આશ્વાસન આપ્યું હતુ. જો કે પ્રેમી અને પતિમાંથી કોની પાસે જવું, તેને લઈને ભગવતીના મનમાં મુંઝવણ ચાલતી હતી.
હાથ પર બ્લેડથી ઘસરકા મારવા છતાં મોત ના મળતા પંખે લટકી ગઈ
ઘટનાના દિવસે પતિ પવન પરિહાર પોતાના કામ પર નીકળી ગયા હતા, જ્યારે પિતા સૂરજસિંગ પોતાના ઘરે હતા. આ દરમિયાન ભગવતીબેને માનસિક તણાવમાં સૌ પ્રથમ પોતાના હાથ પર બ્લેડના ઘસરકા માર્યા હતા. થોડીવાર બાદ કામ અર્થે બહાર ગયેલા ભગવતીબેનના માતા જમનાબેન ઘરે પરત ફર્યા હતા, ત્યારે દરવાજો બંધ હતો અને અંદરથી ટીવીનો અવાદ વધારે આવતો હતો.
જમનાબેને દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ ના મળતા તેમણે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં રૂમમાં ભગવતીબેન પંખા સાથે ચુંદડી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.
મૃતક દ્વારા અંતિમ પગલું ભરતા પહેલા લખવામાં આવેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, આ પગલું ભરવા માટે મારા પર કોઈનું દબાણ નથી.
