Rajkot: રાજકોટમાં આગામી જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન યોજાનાર લોકમેળો સરકારી ગાઇડલાઇનનાં કારણે જોખમમાં મૂકાઇ જતા હવે રાજય સરકારે વચલો રસ્તો કાઢયો છે અને લોક મેળામા મોટી યાંત્રિક રાઇડસના નિયમોમા ફેરફાર કર્યા વગર નિર્ણય લેવાની તમામ સતા સ્થાનિક કલેકટર અને પોલીસ કમિશનર સહિતનાં અધિકારીઓને આપી દીધી છે. હવે જો અધિકારીઓ થોડી છૂટછાટ આપે તો મોટી યાંત્રિક રાઇડસો સાથે લોકમેળો યોજાય તેવી શકયતા છે.
રાજય સરકારનાં ગૃહ વિભાગનાં ઉપ સચિવ દ્વારા આજે તમામ કલેકટર તથા પોલીસ કમિશનરોને એમ્યુઝમેન્ટ રાઇડસ તેમજ ગેમીંગ ઝોન એકિટવિટી માટે ટેમ્પરરી મેળાઓને લાયસન્સ આપવા બાબતે સૂચનો આપ્યા છે.
પત્રમાં જણાવ્યું કે, મળેલ સત્તા મુજબ તમામ જિલ્લાઓ અને શહેરો ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર દ્વારા પોતાના ક્ષેત્રાધિકાર માટે એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ રોટી રૂલ્સ, 2024 બનાવેલ છે તથા જરૂરિયાત જણાતાં રાદર નિયમોમાં સુધારા-વધારા પણ કરી શકે છે.
સદર નિયમોના અમલીકરણ બાબતે મેળા ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસિએશન, અમદાવાદ તથા અન્ય આનંદ મેળાઓ (ટેમ્પરરી મેળાઓ) ના આયોજકો દ્વારા આનંદ મેળા અંગેનું લાયરાન્ટા મેળવવા પડતી અગવડો બાબતે અત્રે રજૂઆતો કરેલ. જે ધ્યાને રાખી આનંદ મેળાના આયોજકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહ વિભાગ ખાતે તા.16 ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવેલ.
આ બેઠકમાં એમ્યુઝમેન્ટ રાઇડ્રા અને ગેમીંગ ઝોન એકિટવિટીઝ સેફ્ટી રુલ્સ, 2024ના દાયરામાં રહી, આનંદ મેળા સાથે લોકોની જોડાયેલી સાંસ્કૃતિક ભાવનાઓ, સામાજિક આસ્થાઓ, પરંપરાઓ તથા લાગણીઓને ધ્યાને રાખી, આનંદ મેળાના આયોજકોને સમયમર્યાદામાં લાયસન્ટા મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવેલ. આ બેઠકમાં થયેલ ચર્ચાનુસાર રાજ્યના તમામ જિલ્લાઓ/શહેરોમાં અમલી એમ્યુઝમેન્ટ રાઇરા અને ગેમીંગ ઝોન એક્ટિવિટીઝ રોટી રૂલ્યા, 2024 માં જરૂર જણાયેથી સુધારાઓ કરવા માટે સૂચન આપવામાં આવે છે.
હાલના નિયમ મુજબ, અરજદારને લાયસન્સની અરજી કર્યાના દિન-60ની સમયમર્યાદામાં લાયસન્સ આપવાનું રહે છે અથવા કારણો રાહિત નકારવાનું રહે છે. સામાન્ય રીતે તહેવારો/તારીખો દરમિયાન આનંદ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન આનંદ મેળાઓનું આયોજન થઇ શકે અને મેળાના આયોજકો પણ મેળા/રાઇડ્સ માટે જરૂરી માળખું ઉભું કરી શકે તે માટે, આનંદ મેળાઓના કિસ્સામાં લાઈસન્સ આપવાની સમયમર્યાદાને દિન-30 કરવામાં આવે તે હિતાવહ જણાય છે. જે ધ્યાને રાખી તદનુસાર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવે છે.
સદર નિયમો હેઠળ સંબંધિત સિટી/ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં નિમણૂંક થયેલા ઇજનેરોને એમ્યુઝમેન્ટ રાઇડ/ગેમિંગ ઝોન/આનંદ મેળાઓના ઇન્ટપેક્શન માટે એકથી વધુ જિલ્લાઓ/શહેરોની જવાબદારી આપવામાં આવેલ હોવાનું ધ્યાન પર આવેલ છે. જે તે જિલ્લા/શહેર ખાતે ઉપલબ્ધ સ્થાનિક સરકારી ઇજનેરોની નિમણૂંક કરવામાં આવે તો આનંદ મેળાઓને લાયસન્સ આપવા દિન-30ની સમયમર્યાદામાં નિયમાનુસાર લાયસન્સ આપવામાં સરળતા ઉભી થાય તથા નિશ્ચિત રામયે મેળાઓનું આયોજન થઇ શકે. આથી કમિટીમાં જે તે જિલ્લા/શહેર ખાતે ઉપલબ્ધ વર્ગ-2 કે તેથી ઉપરના સ્થાનિક સરકારી ઈજનેરોનો સમાવેશ કરવામાં આવે તે ઉચિત જણાય છે. જે ધ્યાને રાખી તદનુસાર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવે છે.
ટેમ્પરરી મેળાના આયોજકોએ જે-તે રાઇડ્સ માટે જરૂર જણાયેથી ચાર્ટડ એન્જિનીયર દ્વારા સૂચવાયેલ સ્ટેબિલિટી રીપોર્ટ તેમજ રાઇડ્સની લોડ બેરિંગ કેપેસીટી તથા અન્ય જરૂરી વિગતોને ધ્યાને લઈ ફાઉન્ડેશન તૈયાર કરવાનું રહેશે. જે બાદ જો માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા તપાસ થયા બાદ જરૂરી સૂચના મળે તો તેમાં સૂચિત ફેરફાર કરવાનો રહેશે. સંબંધિત રાઇડ માટે જો જરૂર જણાતી ન હોય તો આર.સી.સી. ફાઉન્ડેશન અંગેનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.
ટેમ્પરરી મેળાના આયોજકો દ્વારા અમુક ચોકકરા દિવસો/મહિનાઓ (વધુમાં વધુ ત્રણ મહિનાઓ) માટે લાયસન્સ મેળવવા અંગે અરજી કરવામાં આવતી હોય છે. આ ઓપરેશન લાઈસન્સની ગણતરી આયોજકને ઓપરેશન લાયસન્સ મળ્યા તારીખથી (અરજદારે તેઓની અરજીમાં દર્શાવેલ દિવસો મુજબ મહત્તમ 90 દિવસની મર્યાદામાં) ગણવાની રહેશે.
આમ ઉપરની તમામ વિગતો ધ્યાને લેતા ટેમ્પરરી મેળાનાં આયોજકોને સમયમર્યાદામા નિયમાનુસાર લાયસન્સ મળી રહે તે માટે સંબંધિત જિલ્લા / શહેર ખાતેની લાયસન્સીંગ ઓથોરીટીએ જરુર જણાયેથી ઉપર મુજબનાં સુચનો ધ્યાને રાખી એમ્યુઝમેન્ટ રાઇડસ અને ગેમીંગ ઝોન એકિટવિટીઝ સેફટી રુલ્સમા જરુરી સુધારા - વધારા કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.
