સૌરાષ્ટ્રના આંગણે ઉદ્યોગોનો મહાકુંભઃ રાજકોટમાં 11મીથી 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ'નો ભવ્ય પ્રારંભ, SPGએ સુરક્ષા સંભાળી

40થી વધુ દેશોના ઉદ્યોગપતિઓ અને રાજદૂતો રાજકોટના મહેમાન બનશે. જેમના માટે રાજકોટની 15 જેટલી ફાઈવ સ્ટાર હોટલો બુક થઈ ગઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 08 Jan 2026 05:00 PM (IST)Updated: Thu, 08 Jan 2026 05:00 PM (IST)
rajkot-news-regional-vibrant-summit-from-11th-january-at-marwadi-university
HIGHLIGHTS
  • મારવાડી યુનિવર્સિટીમાં 12 મોટા ડોમ તૈયાર કરવામાં આવ્યા
  • માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ 3 નવા હેલીપેડ પણ તૈયાર કરાયા છે

Rajkot: વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વાઇબ્રન્ટ સમિટ હવે પ્રાદેશિક સ્તરે વિસ્તરી રહી છે. ગાંધીનગરમાં યોજાયેલ વાઇબ્રન્ટ સમિટ 2024ની ભવ્ય સફળતા બાદ રાજ્ય સરકારે હવે અલગ-અલગ ચાર ઝોનમાં રિજનલ સમિટનું આયોજન કર્યું છે.

મહેસાણા બાદ હવે રંગીલું રાજકોટ આગામી 11 થી 15 તારીખ દરમિયાન 'રિજનલ વાઇબ્રન્ટ સમિટ'નું સાક્ષી બનશે. મારવાડી યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં આયોજિત આ ઇવેન્ટ માટે વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

12 ડોમ અને અત્યાધુનિક ત્યાર
મારવાડી યુનિવર્સિટી ખાતે ખાસ 12 મોટા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી 6 હોલ અત્યાધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગોના 'એક્ઝિબિશન' માટે ફાળવાયા છે, જ્યારે બાકીના હોલમાં સેમિનાર અને બીટુબી (B2B) મીટિંગ્સ યોજાશે. સુરક્ષાની દ્રષ્ટિએ આજે સવારથી જ SPG ના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની ચકાસણી કરી સુરક્ષા વ્યવસ્થાનો કબજો સંભાળી લીધો છે. માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ 3 નવા હેલીપેડ પણ તૈયાર કરાયા છે.

naidunia_image

40થી વધુ દેશોના ઉદ્યોગપતિઓ અને નેતાઓ હાજર રહશે

ગ્લોબલ પાર્ટનર કન્ટ્રીઝ અને વિદેશી મહેમાનો
આ સમિટમાં યુક્રેન, જાપાન, સાઉથ કોરિયા અને રવાન્ડા જેવા દેશો 'પાર્ટનર કન્ટ્રી' તરીકે જોડાઈ રહ્યા છે. વિશ્વના 40થી વધુ દેશોના ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને અગ્રણી ઉદ્યોગપતિઓ આ સમિટમાં ભાગ લેવા આવશે. મહેમાનોના આગમન માટે હીરાસર એરપોર્ટ પર 50 જેટલી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ લેન્ડ થવાની શક્યતા છે, જેને પગલે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ વચ્ચે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી.

naidunia_image

વિદેશી મહેમાનો માટે શહેરની 15 જેટલી ફાઇવ સ્ટાર બુક

વિદેશી મહેમાનો માટે શહેરની 15 જેટલી ફાઇવ સ્ટાર અને ફોર સ્ટાર હોટલોમાં 350 રૂમ બુક કરવામાં આવ્યા છે. પરિવહન માટે 260 ઇનોવા અને 120 સેડાન કાર તૈનાત રહેશે. સમિટના સંચાલન માટે ગાંધીનગરથી 100 જેટલા અનુભવી અધિકારીઓ રાજકોટ પહોંચશે. આ સમિટમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના તમામ મંત્રીઓની ઉપસ્થિતિ રહશે