Rajkot: રાજકોટ-મોરબી હાઇવે જાણે બાઈક સ્ટંટ કરતા નબીરાઓ માટે જ બનાવવામાં આવ્યો હોય તેમ એક સાથે બે-બે વાહનોમાં નબીરાઓ ધૂમ સ્ટાઇલમાં પુરપાટ ઝડપે બાઈક ચલાવી બાઈક પર સૂતા સૂતા વાહન ચલાવતા જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ-જામનગર અને રાજકોટ મોરબી હાઇવે રોડ પર અવારનવાર યુવાનો બાઈક પર સ્ટંટ કરતા અને રેસ કરતા હોવાના વીડિયો સામે આવતા હોય છે. આજ રોજ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેમાં મંગળવારની રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર ગામ નજીક બે બાઈક પર યુવાનો એક સાથે રસ્તા પર પુરપાટ ઝડપે વાહન હંકારી સૂતા સૂતા બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છે.
Rajkot: મોટામવા ગામમાં ડિમોલિશન ડ્રાઈવ, રૂ. 7 કરોડની કિંમતની 1 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
આ વાયરલ વીડિયોમાં અલગ અલગ ચાર વાહનો જોવા મળી રહ્યા છે. જેમાં 2 બાઈક પૂર ઝડપે ચાલી રહ્યા છે અને બીજા બે બાઇકમાં યુવાનો સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ સમયે વાહનની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા વાયરલ વીડિયો આધારે તપાસ શરૂ કરવામાં આવશે.
