Rajkot: બાળકી પર દુષ્કર્મના આરોપીને ભૂલનું ભાન થયું, બે હાથ જોડી પોલીસને કહ્યું- 'મને માફ કરી દો, હવે પછી હું ગુજરાતમાં પગ નહીં મૂકું'

ગઈકાલે આરોપીને રી-કન્સ્ટ્રક્શન માટે લઈ ગયા, ત્યારે પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે પગમાં બે ગોળી મારીને ઝડપી પાડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Dec 2025 06:03 PM (IST)Updated: Thu, 11 Dec 2025 06:03 PM (IST)
rajkot-news-rape-accused-realized-mistake-told-the-police-forgive-me
HIGHLIGHTS
  • કાનપર ગામની સીમમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી દીધો હતો

Rajkot: રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં બે દિવસ પહેલા છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેના ગુપ્તાંગમાં સળિયો ભોંકી દેવાની હિચકારી ઘટનાના આરોપી રામસિંગ તેરસિંહ ડડવેજરે રીકન્સ્ટ્રક્શન સમયે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બન્ને પગમાં ગોળી ધરબી દઈ ઝડપી પાડ્યો હતો. જે બાદ હાલ તે રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેઓ પોતાના કૃત્ય બદલ પસ્તાવો વ્યક્ત કર્યો છે.

રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટનામાં પીડિતા મૂળ દાહોદના રહેવાસી છે અને ભાગીયા તરીકે ખેતરમાં કામ કરે છે. કાનપુર ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીને 10 ટીમ બનાવી હતી અને 10 કિલો મીટરના CCTVનું એનાલિસિસ કર્યું હતું. જેમાંથી 10 શકમંદ બચ્યા હતા. જે બાદ ચાઇલ્ડ કાઉન્સેલેર, મહિલા પોલીસ તથા ડોક્ટરની હાજરીમાં પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.

6 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યા બાદ સફળ ન થતા આરોપી રામસિંગે હેવાનિયત આચરી અને બાળકીનાં ગુપ્તાંગમા સળિયો ઘૂસાડી દઇ લોહીલુહાણ કરી નાખી હતી. આ ઘટનામાં રામસિંગની ધરપકડ કર્યા બાદ ગઇકાલે બનાવનું પંચનામુ કરવા માટે રામસિંગને પોલીસ કાફલા સાથે રાત્રીનાં સમયે બનાવ સ્થળે લઇ જવામા આવ્યો હતો.

આ સમયે પંચનામાની કામગીરી ચાલુ હતી. આ દરમ્યાન પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાના ઇરાદે રામસિંગે ત્યાં પડેલુ ધારીયુ ઉપાડી પોલીસમેન ધર્મેશભાઇ બાવળીયાને બાવડાનાં ભાગે અને છાતીનાં ભાગે ઝીકી દીધુ હતુ . આ દરમ્યાન આરોપીએ 'ચલે જાવ માર દુંગા' તેમ જોર જોરથી રાડો પાડતો હતો. આ દરમ્યાન પોલીસે સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.

આટકોટમાં છ વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ ગુજારનાર રામસિંગની પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. આ ઘટનામાં પોલીસે 10 જેટલી ટીમો બનાવી હતી. તેમજ ગઇકાલે આરોપીને કોર્ટમા રજૂ કર્યા બાદ તેનાં રીમાન્ડ મેળવી અને તેને ઘટના સ્થળે લઇ જઇ પંચનામાની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી પોલીસમેન પર હુમલો કર્યો હતો.

આ ઘટનામાં પોલીસે સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી રામસિંગને બંને પગે ગોળી વાગતા તેને હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ દરમ્યાન આરોપીએ બે હાથ જોડી પોલીસને કહયું હતુ કે મારાથી મોટી ભૂલ થઇ ગઇ છે મને માફ કરી દો. હવે પછી હુ ગુજરાતમા પગ નહીં મુકુ.