Rajkot News: ધોરાજી-ઉપલેટાના પૂરગ્રસ્ત વિસ્તારોનો મુલાકાતે રાઘવજી પટેલ, પાક નુકસાનનો સર્વે ઝડપથી કરાવીશુંઃ કૃષિમંત્રી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 29 Jul 2024 06:25 PM (IST)Updated: Mon, 29 Jul 2024 06:25 PM (IST)
rajkot-news-raghavji-patel-visited-flood-affected-areas-of-dhoraji-upleta

Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કૃષિમંત્રી અને પ્રભારી રાઘવજી પટેલ તથા ધારાસભ્ય મહેન્દ્ર પાલડીયા આવ્યા હતા. જે તકે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નિરીક્ષણ કરેલ અહેવાલ મુખ્યમંત્રીને સોંપીશુ. ઝડપથી સર્વે થાય તેવા પ્રયત્નો કરીશું.

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથક અને ધોરાજી પંથકમા વરસાદે તારાજી સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતોના ખેતરોનુ ધોવાણ થયું છે. હજારો લાખો હેકટર જમીનમા પાકોનુ વાવેતર કરેલ હોય ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ધોરી માર્ગ રાજ્યના મુખ્ય રસ્તાઓ માર્ગો કોઝવે ચેકડેમ તળાવ નુ પણ ધોવાણ થયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તથા અન્ય ભાજપ આગેવાનો તંત્રના ઉચ્ચ અધિકારીઓને હાજરીમા ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિમંત્રી રાઘવજી પટેલ જણાવ્યું હતુંકે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેને કારણે ઉપલેટા, સમઢીયાળા, કાથોરોટા, તલંગણા, લાઠ, મજેઠી, ભીમોરા તેમજ ધોરાજી ગ્રામ્ય વિસ્તાર પાટણ વાવ, ચિચોડ, મોટી મારડ, કલાણા, પીપળીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ધોવાણ થયું છે. પાક નુકસાન થયું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ધોરાજીના ચિચોડ, મોટી મારડ, પાટણ વાવથી લાઠ, ભીમોરા સુધીના ખેતરોમાં મોટા પ્રમણમાં નુકસાન હોઈ ત્યારે અધિકારીઓ સાથે રાખી નિરક્ષણ કર્યું છે અને મુખ્યમંત્રીને આખો અહેવાલ આપીશું અને જેમ બંને તેમ જલ્દી વહેલી તકે સર્વે થાય અથવા પેકેજ જાહેર કરીશુ. ખેડૂતોના પાક નુકસાનનું જલ્દી સર્વે થાય તેવા પ્રયત્ન કરીશુ.

ધોરાજી ઉપલેટા ધારાસભ્ય જણાવેલ કે ધોરાજીથી લાઠ સુધીના ગ્રામ્ય વિસ્તારના 179 કરોડના રોડ મંજુર થઈ ગયા છે અને આવનાર સમયમાં સમઢીયાળાથી લાઠ સુધીના તમામ કોઝવે મંજુર થઈ ગયેલ હોઈ આવનાર સમયમાં તમામ રોડ રસ્તા પાક ધોવાણનું કામ જલ્દી પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરીશુ.