Rajkot: ઉપલેટાના કાથરોટા ગામે નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, 800 લિટર શંકાસ્પદ દૂધનો નાશ

ઉપલેટાના કાથરોટા ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. 800 લિટર શંકાસ્પદ દૂધનો નાશ કરાયો, 200 કિલો મિલ્ક પાવડર અને પામ તેલના ડબ્બા જપ્ત કરાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 23 Aug 2026 01:07 PM (IST)Updated: Sun, 23 Aug 2026 01:07 PM (IST)
rajkot-upleta-kathrota-fake-milk-800-litre-suspicious-milk-destroyed

Rajkot News: રાજકોટના ઉપલેટામાં વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાટણવાવ પોલીસ અને ફૂડ વિભાગના સંયુક્ત દરોડામાં ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે ભેળસેળયુક્ત દૂધ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે.

રહેણાંક મકાનમાંથી 800 લિટર દૂધ મળ્યું

આરોપી ભાવેશભાઈ ભીખાભાઈ ભારાઈ પોતાની ભેંસના દૂધમાં પામ તેલ અને મિલ્ક પાવડર ભેળવીને દૂધની માત્રા તેમજ ફેટ વધારતો હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આરોપીના રહેણાંક મકાનમાંથી આશરે 800 લિટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું. 200 કિલો દૂધનો પાવડર અને પામ તેલના 7 ખાલી ડબ્બા જપ્ત કરાયા.

સ્થળ પરથી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

સ્થળ પરથી કુલ રૂ. 1,02,000નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દૂધ, પાવડર અને તેલના સેમ્પલ લઈ વધુ પૃથ્થકરણ અર્થે તેને વડોદરા લેબોરેટરીમાં મોકલાયા છે. પકડાયેલા 800 લિટર નકલી દૂધનો પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.