Rajkot: પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસ એલર્ટ મોડમાં, બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા રાજકોટમાં સઘન સર્ચ ઑપરેશન

ભગવતીપરા, જંગલેશ્વર, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં આશરો મેળવનારા બાંગ્લાદેશીઓના ડૉક્યુમેન્ટની ચકાસણી હાથ ધરાઈ. જો કોઈ ગેરકાયદેસર વસવાટ કરતા જણાશે, તો અટકાયત કરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Apr 2025 04:44 PM (IST)Updated: Sat, 26 Apr 2025 04:45 PM (IST)
rajkot-news-police-search-bangladeshi-migrants-across-the-city-after-pahalgam-attack
HIGHLIGHTS
  • અમદાવાદ, વડોદરા અને સુરતમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશીઓ શોધી કાઢ્યા

Rajkot: કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કડક વલણ દાખવવામા આવી રહયુ છે. દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દેવામા આવ્યા છે, તો બીજી તરફ સરકારે ગેરકાયદેસર રીતે ભારતમા ઘૂસી ગયેલા બાંગ્લાદેશીઓ સામે સર્જીકલ સ્ટ્રાઇક શરુ કરી છે. જેને પગલે રાજકોટ પોલીસ દ્વારા પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

રાજકોટ શહેરમાં ભગવતીપરા, જંગલેશ્વર, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં આશરો મેળવનાર બાંગ્લાદેશીઓના ડોકયુમેન્ટની ચકાસણી શરુ કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશનમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી મળી આવે તો તેની અટકાયત કરવાની કવાયત શરૂ કરી છે.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કાશ્મીરની ઘટના બાદ ગુજરાતમાં તકેદારીનાં ભાગરુપે પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી એકશન લેવા તાકીદ કરતા રાજય પોલીસવડા વિકાસ સહાયે તાબડતોબ વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમા રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તેમજ રેન્જના આઇજી તથા દરેક જિલ્લાનાં SPને ગુજરાતમા ગેરકાયદેસર રીતે ઘુસી ગયેલા બાંગ્લાદેશીઓને શોધી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

જેને પગલે પોલીસે બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. અમદાવાદ, વડોદરા અને સુરતમાંથી 1000થી વધુ બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેના ડોકયુમેન્ટની ચકાસણી કરી હતી.

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાથે અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન 1 સજજનસિંહ પરમાર અને ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમા પણ આવા બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે.

naidunia_image

SOG ક્રાઇમ બ્રાંચ, PCB, EOW, , પેરોલ ફર્લો અને એલસીબી ઉપરાંત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો મળી આશરે 30 થી વધુ ટીમો કામે લાગી હતી. આ સર્ચ ઓપરેશનમા પોલીસે ભગવતીપરા, જંગલેશ્વર, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોકયુમેન્ટની ચકાસણી શરુ કરી છે .

રાજકોટ શહેરમા વસતા પાકિસ્તાની નાગરિકો અને બાંગ્લાદેશી નાગરીકોનાં દસ્તાવેજોની ચકાસણીમા જો કોઇ શંકાસ્પદ બાબત જાણવા મળશે કે પછી આવા નાગરીકોએ ગેરકાયદેસર દસ્તાવેજ બનાવીને વસવાટ કરતા હોવાનુ માલૂમ પડશે તો આ મામલે તેમની અટકાયત કરવામા આવશે. આ સાથે હોમ મિનિસ્ટ્રીમા આ અંગેની પ્રપોઝલ મૂકવામાં આવશે અને સરકાર દ્વારા આવા ઘુષણખોરોને ડિપોર્ટ કરવાની સૂચના આવ્યા બાદ તેમને પરત પાકિસ્તાન કે બાંગ્લાદેશ મોકલી દેવામા આવશે .

રાજકોટમા માત્ર 7 જેટલા બાંગ્લાદેશીઓની નોંધણી થઇ છે, જયારે શહેરમાં 11 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ લોન્ગ ટર્મ વિઝા પર રહેતી હોવાનું જાણવા મળ્યુ છે. રાજકોટ પોલીસના આ સર્ચ ઓપરેશન બાદ સરકારનાં નિર્ણય ઉપર પોલીસે તપાસ કેન્દ્રીત કરી આગામી કાર્યવાહી માટે હુકમની રાહ જોવાઇ રહી છે.