Rajkot: રાજકોટ શહેરમાં છેલ્લા અમુક દીવસોથી રોગચાળાએ માઝા મૂકી છે. સિવિલ હોસ્પિટલમાં પણ રોજ બરોજ 1500થી વધુ શરદી - ઉધરસ - તાવનાં કેસ આવી રહયા છે, ત્યારે આજે રોગચાળાને કારણે વધુ એકનો ભોગ લેવાયો છે.
જેમાં રાજકોટ પોલીસ હેડ કવાટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને છેલ્લા આઠેક દીવસથી કમળો થયો હતો અને તેઓને સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેઓનુ સારવારમા મૃત્યુ નીપજયુ હતુ . હેડ કોન્સ્ટેબલનાં મૃત્યુથી પોલીસ બેડામા શોક છવાઇ ગયો છે.
વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરનાં પોલીસ હેડ કવાર્ટરમા રહેતા જયપાલસિંહ મંગલસિંહ ઝાલા (54) ને છેલ્લા આઠેક દીવસથી કમળો થયો હોય સિવીલ હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા. જયા તેઓનુ આજે સવારે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા પરીવારમા અને પોલીસ બેડામા શોક છવાઇ ગયો છે.
આ પણ વાંચો
જયપાલસિંહને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેમજ પોતે 3 બહેનનાં એકનાં એક ભાઇ હતા . તેમજ તેઓ અગાઉ ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા હતા હાલ SRPમાં હેડ કોન્સ્ટેબલ તરીકે હેડ કવાટરમાં ફરજ બજાવતા હતા. તેઓનું મૂળ વતન મોરબી રોડ પર આવેલુ રતનપર છે. આજે જયપાલસિંહનાં મૃત્યુનાં સમાચાર સાંભળી તેઓનુ મિત્ર વર્તુળ અને સગા સબંધી સિવીલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને જયપાલસિંહનાં મૃત્યુથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે જરુરી કાગળો કર્યા હતા.
બીજી ઘટનામાં કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા 25 વારીયામાં રહેતી 16 વર્ષની પ્રીતીએ ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામા આવી હતી પરીવારજનોની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, માતા અને પિતા વચ્ચે ઝઘડો થતા તેણીને લાગી આવ્યુ હતુ અને તેમને ફીનાઇલ પી લીધુ હતુ.
