Rajkot: આટકોટમાં માસૂમ બાળા પર દુષ્કર્મ કેસના આરોપીનો ભાગવાનો પ્રયાસ, પોલીસે પગમાં બે ગોળી મારી દબોચ્યો

પોલીસ આરોપીને રીકન્સ્ટ્રક્શન માટે કાનપર ગામની સીમમાં લઈને આવી હતી. જ્યાં આરોપીએ ધારિયા વડે પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Dec 2025 11:43 PM (IST)Updated: Wed, 10 Dec 2025 11:43 PM (IST)
rajkot-news-police-encounter-of-accused-of-rape-on-6-years-old-girl-at-jasdan
HIGHLIGHTS
  • દુષ્કર્મીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

Rajkot: રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના કુખ્યાત નિર્ભયાકાંડ જેવી જ એક અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેતમજૂરની વાડીમાં રમી રહેલી માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા એક નરાધમે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

ફૂલ જેવી માસૂમ બાળા પર હેવાનિયત આચરનારા આરોપીને પોલીસ રિકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનઃનિર્માણ) અર્થે કાનપર ગામની સીમમાં ઘટના સ્થળે લઈને આવી હતી. જ્યાં સમયે આરોપીએ અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે પોલીસે તાત્કાલિક સ્વ બચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આરોપીને બંને પગે ગંભીર ઈજા પહોંચતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ઘાયલ આરોપીને તાત્કાલિક આટકોટની KDP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. આ જઘન્ય કૃત્ય કરનારા આરોપીને કડકમાં કડક સજા મળે તેવી લોકમાગણી ઉઠી છે.